દિવાળી દીપાવલી કહેવાય છે કે આખા વર્ષની જે લોકો રાહ જોઇને બેઠા હોય છે કે ઘરમાં થોડીક રોશની ઝગમગે , પણ કદાચ આ વખતે એટલે કે વર્ષ 2020 ની દિવાળી માં આવું શક્ય નથી બન્યું , કરોડો લોકોની દિવાળી અંધકારમાં જ વીતી ગઈ , કેટલાય લોકો નો આખો પરિવાર આ મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો , કેટલાય પરિવારોએ પોતાનાનાને અને ગુમાવ્યા છે એ લોકો માટે તો શું દિવાળી અને શું બેસતુ વર્ષ …..માત્ર એક દુઃખ ભરેલો દિવસ હતો. આ વર્ષની દિવાળી બધા લોકો માટે કોઈકને કોઈક રીતે યાદગાર બની છે… કેટલાક માટે ખૂબ જ દુઃખદાયી અને કેટલાક માટે સારી રીતે યાદગાર. જે પરિવાર ને મહિનાઓથી પેટમાં ખાડા હતા એ લોકોને રોજગાર મળ્યો હતો અને એમના માટે ખરેખરના માન માં દિવાળી હતી , અને એક નાનકડું આશાનું કિરણ જાગ્યું , જ્યારે બીજી બાજુ કોઈકે પોતાનાના ગુમાવ્યાના દુઃખ માં બેઠા હતા , તેમના માટે આવી દિવાળી કદાચ આખા જીવનમાં એક પણ નહી વિતી હોય. ઘરની બહાર તો દીવા દરેકના ત્યાં જોવા મળ્યા , પરંતુ એ દીવાની રોશની કેટલાના ઘરમાં ઝગમગી એ તો માત્ર પરિવારનો જ ખબર છે .
આટલું બધું વીત્યા પછી હજી લોકો માને છે કે કોરોના થાય તો શું 14 દિવસ ઘરમાં રહેવાનું બસ , પણ જેને થયો છે ને એ ઘરના પરિવારજનોએ ભોગવ્યું છે એમને પૂછો, એક એક કલાક કેવો જાય છે , જેના પોતાના હોસ્પિટલમાં છે 14-15 દિવસથી પોતાના ને જોયા નથી એ લોકો ને પૂછો કે કોરોના શું છે એમના માટે તો કદાચ આ દિવાળી શબ્દ 2020 ના કૅલેન્ડર માંથી જ નાબૂદ થઈ ગયો છે .


















































