ખુશ રહેવા માટે અરીસામાં દેખાતા માણસને ખુશ રાખતા શીખવું જરૂરી ! કેમ કે જો તમે પોતે જ ખુશ ના હોય તો બીજાને કેવી રીતે રાખી શકો ?
તમે ભગવાન નથી કે દરેકને બધી જ રીતે રાજી રાખી શકો ! અમુક લોકોને તો ભગવાનથી પણ તકલીફ હોય છે, તો પછી તમારી ને મારી વાત જ ક્યાં આવે!? આજ ના સમય માં એક જ વસ્તુ યાદ રાખવી ” નેકી કર ઔર દરિયા મેં ડાલ” કેમ કે બીજા માટે ગમે તેટલું કરો છેવટે આ બાકી રહ્યું પેલું રહ્યું, જેટલું કરશો એટલું ઓછું જ પડશે લોકોને , કરો કામ બધા માટે ,ફરજ પુરી કરો એ પણ જરૂરી જ છે, પણ એમ કરવામાં સામે અપેક્ષા રાખવાની ભૂલ કરવી એ ખોટું છે.
બદલાતું કોઈ નથી, સાચો ચહેરો સમય પર દેખાઈ જાય છે તો કેમ દુઃખી થવાનું. પોતાને ખુશ રાખવા માટે સમય કાઢો ફરજીયાત કાઢો તો જ જીવાશે નહીં તો સમય ક્યાં પૂરો થશે ને પછી પથારીમાં પડ્યા છેલ્લે અફસોસ વધશે કે બધા માટે જીવતા પોતાના માટે કંઈક જીવી લીધું હોત તો સારું હતું…


















































