એક કવિ મિત્રના ”મા” વિષય પર રચાયેલા કાવ્યોની સફળતા બાદ તેમનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
તેમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો – તમે તમારી માને ખૂબ ચાહતા હશો અને તમારી મા પણ તમને.. નહી ?
કવિ મિત્ર – હુ બિલકુલ હજી ચાહું છું પણ માને ખબર નહી કેમ હું યોગ્ય હોવા છતાં કદી ગમ્યો નહીં….
ને પછી એ આઘાતમાં જ આ કાવ્યો હું આપી શક્યો દરદ ઘટાડવા…. શબ્દ સંગાથે….


















































