આજકાલ આ Social Media થી કોને નવરાશ છે.! જેને જોઈએ એ Mobile માં ડૂબેલો જોવા મળે…
વૉટસ અપ, ફેસબુક, ટૃવીટર, ઈન્સ્ટાગ્રામ તો એટલું ચાલે છે કે એમણે મોબાઈલ માં ખેતી કરવાની શરૂ કરીહોય તો કદાચ કોઈને પણ ભૂખે ના મરવું પડે. લાઈક અને કોમેન્ટ ના ધ્યાન પર એટલા ખોવાયેલા હોય છે કે ક્યારેક ક્યારેક તો પોતાને શું લાઈક છે એ પણ ભુલી જતાં હોય છે…અપડેટ પર તો એટલો લગાવ હોય છે કે છોકરાં ના રડવાના અવાજ ને પણ ક્યારેક એવોઇડ કરે છે… અને શું કહેવું..આજકાલ ના મા–બાપ નું…? બાળક ને એકસ્ટ્રા શ્ર્વાસ ની જરૂર પડે એટલી બધી એકસ્ટ્રા એક્ટીવીટી પાછળ એને લઈને દોડપકડ રમવાની… એને દરેક ફિલ્ડ માં અપટુડેટ રાખવામાં બાળકની માસુમિયત દાવ પર લાગી જાય એ મમતા નથી..
ગુગલ, નું ભણતર અને ,મા, નું ઘડતર ફરક તો પડવાનો ને.. બાળક ને એ વાતો પણ શીખવાની હોય છે જે એના માસુમ મન ને ગુગલ નથી શીખવી શકવાનું… માતાની મમતા એટલી નબળી પણ ના હોવી જોઈએ કે
બાળકને પોચું બનાવી દે.માતાનું કામ છોકરાંને રડતું બંધ કરવાનું નથી પણ એને હરપળ હસતું કેવી રીતે રાખવું એ પણ ધ્યાન રાખવાનું છે.
આજનું બાળક અત્યાર ની એકવીસમી સદીમાં એટલું બધું ઉત્સુક છે,કે એ મોબાઈલ વગર મોંઢામાં કોળીયો લેતા નથી.. અને એને ગર્વ થી એના મા–બાપ કહેતા પણ ફરે છે કે અમારો બાબો/બેબી તો મોબાઈલ માં રાઈમ્સ ના જોવે ત્યાં સુધી ખાતો/ખાતી જ નથી.. અને અમુક ચિંતાતુર પણ રહ્યાં કરે કે કઈ રીતે એને આ આદત છોડાવવી…
કદાચ એ આદત પાછળ પણ થોડા અંશે પરિવાર પોતે જવાબદાર હોય છે. બાળક તો મકોડા વૃતી નું હોય વાળો ત્યાં ફરી ફરી ને જાય,વાંદરા ની અનુકરણ વૃતી એનામાં હોય જ છે. અને એ ઘરમાંથી મોટાને જોઈને જ શીખે છે.પુસ્તક વાંચવાની આદત આપણે નહીં કેળવીએ તો બાળક કેવી રીતે શીખશે.? બાળક ને રમતાં મુકીને આપણે એના સામે મોબાઇલ માંથી મોઢું બહાર નહીં કાઢીએ તો એની ઉત્સુકતા કેવી રીતે નકારી શકાય.. ક્યારેક એના જ રમકડાં સાથે તમે પણ બાળક બનીને રમી જુઓ,એની કાલી–ઘેલી ભાષામાં એની સાથે વાત કરી જુઓ, કોઈ ધમકી વગર એને પ્યાર થી સમજાવી જુઓ.. જીજાબાઈ બનવાની પહલ તો તમે કરી જુઓ.
ટૃવીટર,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ ના ફોલોવર્સ ને ઑનલાઈન જોઈને ખુશીથી હેલો!! કરવાનું વધારે ગમે છે.. પણ ક્યારેક પોતાના બાળકને ઓહ!મારૂં વાલું સ્વીટું બેબુ ચલ છોડ જવા દે.. પછી શીખી લે જે…. એવું બોલી દેશો તો કદાચ એ નિરાંતે રમી લેશે.. ક્યારેક ડેટા પ્લાન ખતમ થવા પર પણ હસીને જુઓ.. જ્યારે મોબાઈલ ની બેટરી લૉ થાય ત્યારે રિલેક્સ થઈને જુઓ.. પરેશાની માં પણ થોડી ઉછળકુદ કરીને જુઓ.. કદાચ ત્યારે તમારી અંદર ના બાળક ની ઓળખાણ તમે પોતે અનુભવી શકો..


















































