વિતેલા અવસરો પાછા નહીં આવે,
જીવનના આ કિંમતી સમયને સમજતા થઈએ.
શું જ્ઞાતિ અને જાતિ, શું ધર્મ અને અધર્મ,
બધુ એક તરફ મૂકી,
જીવનના આ કિંમતી સમયને સમજતા થઈએ.
વિજળી સમી આ જીવનવાદળી પળભરમાં તૂટી જાશે,
ને કદાચ આપેલા વચનો પણ છૂટી જશે,
જેથી આપેલા વચનો નિભાવતા થઇએ.
નહીંતર..
જીવનદીપ પલભરમાં બુઝાઈ જાશે….
શું તારુ અને મારુ, શું મિલન અને વિરહ
બધુ એક તરફ મુકી….
એક–બીજાને સમજતા થઈએ….
જીવનના આ કિંમતી સમયને સમજતા થઈએ.
સુરજ સમી આ જિંદગી પલભરમાં આથમી જશે,
એક બીજા પ્રત્યેની લાગણીઓ જ્યાંની ત્યાં જ રહી જશે,
એક બીજા પ્રત્યેની આ લાગણીઓ સમજતા થઈએ….
નહીંતર..
જીવનપુષ્પ પળભરમાં મુરઝાઈ જાશે.
ચિંતાની વાતો બાજુએ મૂકી , હરપળમાં જીવતા થઈએ.
અસરપરસ થોડુ સહન કરી ચાલો સંબંધો સાચવતા થઈએ..
આ જગત મા વસનાર લોકોની આદતો ઘણી અજીબ છે.
જેના પર વિશ્વાસ રાખો, તે જ રડાવે છે.
શું એક બીજા ના આંસુ ની કારણ બનીએ,
ક્યારેક એકમેક ની ખુશીંનુ કારણ બનીએ.
વિતેલા અવસરો પાછા નહીં આવે,
જીવનના આ કિંમતી સમય ને સમજતા થઈએ….


















































