પણ દરેક વખતે અટકી જતો હતો હું ખબર નહિ ક્યારે હું મારી બધી જ ભડાશ કાઢું એના પર, પોતાના પુરુષ હોવાનો ego બતાડી શકું કે reject હું જ કરી શકું તું નહીં..
બહુ થયું , આજે એને મળીને બધુ જ clear કરવું જરૂરી છે કે હું શું છું અને એ કેવી રીતે મને આમ ના પાડી શકે, એણે કારણ જણાવવું જ પડશે, અથવા સ્વીકાર કરવો જ પડશે કે કમી એનામાં છે મારામાં નહીં..
“Hello , સાંભળે છે“
“હા બોલ, (છોડ ને પાણી પીવડાવતા એણે કહ્યું.)
“એ, કઈક વાત કરવી હતી તારી સાથે“..
“હા, આવ ને, હું કોફી બનાવવાની જ હતી, ચલ સાથે પીએ “..
પાણીના પાઈપ ને એમ જ છોડી દીધો ઘાસ માં અને પોતાનાં નાના ગલુડિયાને ગોદ માં ઊંચકી અંદર આવવા ઈશારો કર્યો એણે…
હમ્મ..
એક ક્ષણ મારા egoએ સાદ દીધો મને, “આણે તને reject કરી છે અને તું આની સાથે કોફી પીવા બેસીસ ?”. પણ વાત કરવા સાથે બેસવું જરૂરી હતું, અને સાથે બેસવા coffee, એટલે મેં મારા ego ને સમજાવી લીધું..
” અરે..શું વિચારી રહ્યો છે? અંદર આવ“..
“હા, આવું છું“..
થોડોક અચકાઈ રહ્યો હતો કે અંદર જઈશ તો society ના લોકો શું કહેશે? એ એકલી જ રહે છે, કોઈ જોઈ ગયું અને કંઈક બીજું જ વિચાર્યું તો,કદાચ મને એની ઈજ્જત ની પરવા હતી યા મારી,અને મેં ઝાંપે ઉભા રહી ચારેબાજુ જોયું, કોઈ હતું નહીં, એક ઊંડો શ્વાસ લઈ ને આખરે હું અંદર ગયો, આમપણ મને મારા સવાલો ના જવાબ જોઈતા હતા અને એ જવાબ આ society આપી શકે એમ નહોતું..
(ક્રમશ:)
હેતલ વોરા


















































