મીઠું મીઠું બોલતા શીખી ગયો,
મોટા વચ્ચે બેસતા શીખી ગયો.
રોજગારી સ્વાર્થની ઊભી કરી,
લોકના દિલ જીતતા શીખી ગયો.
ચ્હેરા પર ચ્હેરો બદલતો આદમી,
લિંગ વસ્ત્રો પહેરતા શીખી ગયો.
રોજ ભસ્તો મારો શેરી કૂતરો,
પ્રેમ મળતાં બોલતા શીખી ગયો.
કોરોના સામે લડતમાં જીતવા,
એજ માનવ હારતા શીખી ગયો.
વૉટની ધમકીથી હર સચ્ચાઈને,
જૂઠ કેવું ડારતા શીખી ગયો?
રોગ એવો છે કે ઊંડો પ્રેમ હોય,
શક ને અંતર રાખતા શીખી ગયો.
ઈશ્વરે “સિદ્દીકને” આપી જ્યાં જગા,
કંટકોમાં જીવતા શીખી ગયો.
સિદ્દીકભરૂચી


















































