“તમારા જ રહીશું તમારા થયા બાદ”
જતા ક્યાં રહ્યા છે એ આવું કહ્યા બાદ?
એ સૌ વાહવાહીને શું ધોઈ પીવી?
જે કરવાના છે સૌ અમારા ગયા બાદ!
સવારે મેં છાપાંમાં ફોટાઓ જોયા,
અમારી ઉપર દાખવેલી દયા બાદ!
ઘટ્યા એવા એવા તો કિસ્સા જીવનમાં,
કયા સાચવીએ, કરીએ કયા બાદ?
થયું, ભૂલ જોશે તો વાતો તો કરશે;
લખ્યું શહેરનું નામ મેં ‘એમયાબાદ’!
~ અનિલ ચાવડા


















































