સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા 25 મે 2020 ડિસ્કવર યોર ડેસ્ટીની વેબિનાર નું આયોજન ..
સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા ૨૫ મે ૨૦૨૦ સોમવાર ના દિવસે વર્લ્ડ ટેરો કાર્ડ દિવસ ના દિવસે ડિસ્કવર યોર ડેસ્ટીની વેબિનાર નું આયોજન શ્વેતા ખત્રી સાથે કરવામાં આવ્યું છે.

૨૫ મે આખી દુનિયા માં વર્લ્ડ ટેરો કાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે અત્યારની પરીસ્થીઓ ને ધ્યાન માં રાખીને આ ટેરો દિવસ ને વેબિનાર દ્વારા કરવાનું આયોજન કર્યું છે. શ્વેતા ખત્રી અને તેમના ટેરો કાર્ડ રીડર્સ દ્વારા આ ટેરો દિવસ ઉજવવાનું ૨૦૧૭ ઇન્ડિયા માં શરુ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય ટેરો કાર્ડ વિશે લોકોને માહિતી આપવાનો અને તેમને ટેરો કાર્ડ્સ દ્વારા માર્ગદર્શન આપવાનો હતો. આ વર્ષે ૨૦૨૦ મા વેબિનાર દ્વારા ટેરો કઈ રીતે કામ કરે છે. ટેરો કાર્ડ રીડીંગ નું મહત્વ શું છે? જેવા અનેક વિષય પર વાત કરવામાં આવશે.

લોકો હમેશા મૂંઝવણ માં હોય છે કે નસીબ શું છે અને નસીબ છે તો ટેરો કાર્ડ રીડર નું શું મહત્વ છે. ટેરો દ્વારા કઈ રીતે માર્ગદર્શન મળી શકે અવ અનેક પ્રશ્નો ના જવાબ તમને ૨૫ મે સોમવારે જાણવા મળશે.
સાથે સાથે શ્વેતા ખત્રી દ્વારા વેબિનાર માં તેમાં જોડાયેલા લોકો માટે ફ્રી અન્જેલ કાર્ડ રીડીંગ દ્વારા ગાઈડન્સ મળશે.


















































