આશા ઘણાં લાંબા સમય પછી માવતરે આવી હતી બેચાર દિવસ રોકાવાની હતી… જ્યારે આવે ત્યારે બપોરે આવે ને સાંજ પડ્યે ઘેર પહોંચી જાય. હવે એનાં બાળકો પણ કોલેજ માં ભણતાં થઈ ગયા હતાં તેથી સમય સાચવતાં જલ્દી નીકળી ન શકાતું છતાં મા બાપ ભાઈ ભાભી સાથે ફોન પર મળી લેતી. પણ એ આવતાં માવતરનું ઘર હીલોળે ચડતું. આશા એક માત્ર દીકરી, મહેશ એનો ભાઇ… નાનો પરિવાર ભાઈ નાં ઘેર પણ એક પુત્ર જે કોન્વેંન્ટમા હજુ સેકન્ડમાં જ હતો… છતાં ફોઈ નો લાડકો… આશા પણ સુખી ઘરની તેથી આવે તો ભત્રીજા ભાભી મા બાપ ભાઈ માટે કંઇક તો લાવે જ.
આ વખતે બે-ચાર દિવસની રજા હતી તો સાસુ સસરાએ આશા ને બે-ચાર દિવસ રોકવા કહ્યું… ને આશા ને ગમ્યું. બાળકો મોટાં હતાં. કામ કાજ બધું કરાવી લેતાં. અરે રસોઈ વાળી બાઇ પણ હતી…. તેથી હાશકારે આશા આવી માવતરે…
ને ઘરનો માહોલ મસ્ત બની ગયું… વાતચીત ને ભત્રીજા સાથે ગેલ કરવાની મજા પડી ગઈ… વાતચીતનાં દોરે માએ આશાને કહ્યું આશા… તારા ગડા સાહેબ બહુ બિમાર છે. અમે જઈ આવ્યા તું આવી છે તો મળી આવજે ગડા સાહેબ તને યાદ કરતાં હતાં……
ને સાંજે ગડા સાહેબ જે આજે નિવૃત જજ છે… એમને મળવા રીક્ષામાં બેઠી સાથે નારીળેર લીલાં બે લીધાં…. એપલ મોસંબી સંતરા પણ લીધાં..
નૈ રીક્ષા ચાલી કહ્યા ઠેકાણે અને આશાનું મન લગ્ન પહેલાંની વાતમાં ગુંથાયું… કે જો ગડા સાહેબ ન મળ્યા હોત તો આજે મારું જીવન કેવું હોત? મન મનોમંથન કરી રહ્યું…
ગડા સાહેબ મારા દેવ જેવા છે… આશા કોલેજનાં દોસ્ત સાથે ભાગી, જે એની જાતથી અલગ હતો. તેનાં પ્રેમમાં હતી ને માબાપ એની સાથે લગ્ન કદી ન કરાવી આપે એ જાણતી હતી એટલે એક સારા દિવસે આશા અને વૈભવ કોર્ટમાં ગયા ને લગ્નની વાત કરી…
ગડા સાહેબ બંન્ને ને જોઈ રહ્યાં ને સમજી ગયા ઠરેલ બુધ્ધિથી દાળમાં કાળું જાણી બન્ને સાથે અલગ પૃછા કરી… મનોમંથનથી આશાને પોતાનાં ઘરે આવવા કહ્યું… વૈભવને આઠ દિવસ વિચારવા કહ્યું અને આશા ગડા સાહેબનાં ઘરે આવી. ગડા સાહેબનાં પત્ની આશાને જોઈ હરખી રહ્યાં બધી વાત જાણી રડી પડ્યાં તો… આશા એ પૂછતાં ખબર પડી એકની એક દીકરીએ ભાગી ને લગ્ન કરી લીધાં અને અમે એને ન સ્વીકારી..
તે ત્યાં ન રહી શકી… ને એક દિવસ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું એ જાણી અમે છેલ્લું મોઢું જોવા દોડી ગયાં અને રડી રડી થાકી ગયાં હજુ પણ એની વાતો યાદ કરી રડીએ છીએ…. બેટા તું મારી દિકરી જેવું પગલું ભરી રહી છે તેથી સાહેબ તને સમજાવવા અહીં લાવ્યા છે. રખે તું સમજી જઈ માર્ગ બદલે… ને ગડા સાહેબ બહારથી કંઇક લાવ્યા ને આશા ને કહ્યું બેટા આજે અમને તારા હાથની રસોઈ ખાવી છે… તું બનાવીશ ને?
આશા એ તો કહ્યું મને રસોઈ બનાવતાં નથી આવડતી… ગડા સાહેબ હસ્યા અને બોલ્યા, બેટા રોજ તમે બહારથી મંગાવીને જમશો?… ને આશા મનોમન મુંઝાઈ મનોમંથન કરી રહી વાત તો સાચી છે…..
ગડા સાહેબે કહ્યું તારી મા તને રસોઈ શીખવાડશે… કહી લાવેલી વસ્તુ કાઢીને આશા એ જોઈ છી…. ઓ બાપરે જોરથી બોલી ઊઠી… એ હતી માછલી ને એની રસોઈ બનાવવાની હતી… મને આવું ન આવડે હું હાથ ન લગાડવું અમે તો ચુસ્ત બ્રાહ્મણ છીએ…. કહ્યું ત્યાં ગડા સાહેબની આંખમાં આંસુ તોરણ લટકી રહ્યાં… ને પત્ની સાથે પોતે એ કામ સહકાર કરવા લાગ્યા… ને આશા તો ચકીત થઈ જોઈ રહી… અંતે જમવા કહ્યું આશા એ એ નથી ખાવું કહી રડી રહી…. બંન્ને જમીને ઉઠ્યા ને આશા માટે બહારથી લાવેલા નાસ્તો ખવડાવ્યો… ને વાત કરી બેઠા વૈભવ તો આવું રોજ ખાનારો છે. તારે રોજ આવું જ બનાવવું ખાવું પડશે એ નહીં બદલાય. તારે એની રીતે બદલાવું પડશે… તું શું એની સાથે રહી શકીશ.. તું તારું બનાવી ને ખાઇશ પણ સહવાસ તો તારો એની સાથે જ હશે ને ? તું હજુ વિચાર કરી લે પ્રેમમાં આંધળી દોટ ના કર..
મનોમંથન કર તારા મનનું ને સાચી વાત સમજ… પછી તો… આશાનો દ્રષ્ટિ કોણ બદલાયો.. ગડા સાહેબે આશાનાં માબાપને બોલાવ્યા અને બધી વાત કરી… મા બાપે ઉપકાર માની આશાને થોડો સમય માસીનાં ઘેર મોકલી.. સારું પાત્ર મળતાં લગ્ન લીધાં અને પછી તે મનમાં બધું ધરબી જીવી રહી ને ગડા સાહેબે આજ પોતાની છોકરી ન બચાવી શક્યા પણ આશાને બચાવી એનું સાચું તર્પણ કર્યું… આ મનોમંથન માં ગડા સાહેબનું ઘર આવતાં તે રીક્ષા થોભાવી બીલ ચૂકવી… ગડા સાહેબને મળવા ઘરમાં ધસી ગઇ એક દીકરીની જેમ. ગડા સાહેબ પલંગમાં પડ્યા પડ્યા પણ એને જોઈ હરખી રહ્યાં… આશા લાવેલા સામાન બાજુમાં મુકી ગડા સાહેબના પગ પાસે બેસી રડી રહી… ત્યાં ગડાસાહેબનાં પત્ની… પાણી નો ગ્લાસ લાવી આશા ને આપી સાંત્વના આપે છે… માની મમતા રુપે…. આશા એ દેવ જેવા દંપતીને મનોમંથન કરી વંદી રહી… કે જેટલાં ગુણ ગાઉં એટલાં ઓછાં જ છે એમ વિચારી રહી….


















































