અચિંત્ય શક્તિયુક્ત બીજ અને નામ, ભગવાનના નામ અને એમના બીજ માં અદ્ભુત અચિંત્ય શક્તિ છે અનેક પુરાણો અને સ્તુતિ સ્મૃતિ ગ્રંથ આદિ માં પણ નામ અને બીજ મંત્ર ની મહિમા છે નામ જપ માત્ર થી અનેક સાધન સિદ્ધ થઈ જાય છે રામ, કૃષ્ણ , શિવ આદિ નામ સ્મરણ માત્ર થી અનેક અનેક જન્મ ના પાપ ક્ષણ માં નાશ થઈ જાય છે નામ જપ માં સર્વ ને અધિકાર છે પણ બીજ માં દરેક ને અધિકાર નથી બીજ મંત્ર જે એકાક્ષી હોય છે જેમકે શ્રીમ હ્રીં , એમ , આદિ બીજ ઘટિત જે મંત્ર હોય છે એમાં અનેક બલ , ઐશ્વર્ય અને તેજ નિહિત હોય છે જેમ એક બીજ થી એક વૃક્ષ થાય છે.

એમ મંત્ર રૂપી બીજ થી અનેકાનેક મંત્ર ની રચના કરી શકાય છે ઋષિઓ અને મુનિઓ ને બીજ માં અતિવિષ્ટિત સિદ્ધાંત થી અનેક મંત્રો ની રચના કરી છે વેદ નું સાર છે એક ૐ એના માંથી જ અનેક બીજ પ્રગટ થયા છે બીજ ની ૐ થી સૃષ્ટિ નું નિર્માણ થયું છે શબ્દ એક ધ્વનિ છે તરંગ છે સમસ્ત સંસાર તરંગ છે રમ્ બીજ થી અગ્નિ તત્વ, લમ્ બીજ થી પૃથ્વી
તત્વ , વમ બીજ થી જલ તત્વ આદિ બીજ મંત્ર થી પંચ મહા તત્વ નું નિર્માણ થયું છે અર્થાત્ આ જે તે બીજ થી એ તત્વ નું નિર્માણ થયું અને એ તત્વ થી સૃષ્ટિ વૃદ્ધિ થઈ જેમકે અગ્નિ બીજ થી અગ્નિ , સૂર્ય , મંગળ ગ્રહ , અગ્નિ તત્વ ને જલ્દી ગ્રહણ કરીલે એવી ધાતુ, અને કામ ક્રોધ રૂપી સૂક્ષ્મ ભાવ પ્રગટ થયા એમ જલ તત્વ થી જલ , સમુદ્ર, ભેજ , ચંદ્ર , અમૃત ,
શુક્ર ગ્રહ અને સ્ત્રી પુરુષ માં વીર્ય અને રજ જલ તત્વ થી ઉત્પન્ન થયા, આમ બીજ થી પંચતત્વ, પંચતત્વ થી સંસાર ની વૃદ્ધિ અને એ પંચતત્વ થી પ્રકૃતિ સ્વરુપ થઈને પોતાના ગુણધર્મ નું આચરણ કરીને ને સૃષ્ટિનું સંચાલન થયું શરીર માં પણ આ જ તત્વ છે મન માં પણ ભાવ રૂપે આ જ તત્વ કામ કરે છે આમ એક અક્ષર વાળુ બીજ અત્યંત શક્તિ ધરાવે છે બીજ
મંત્ર એ સ્વયં દેવતા જ છે બીજ ના જાપ થી અને મંત્ર રૂપી મનન થી જેતે દેવતા નું બીજ હોય એ દેવતા પ્રગટ થઈ જાય છે.

કારણ કે બીજ દેવતા નું શરીર છે બીજ થી પંચતત્વ થયા આમ પંચતત્વ દેવતા નાં અંગ છે એટલે દેવતા સ્વરુપ જ છે બીજ અખીલ બ્રહ્માંડ જ છે બીજ ની મહિમા બતાવા માટે આખી પુસ્તક લખી શકાય એટલો મોટો વિજ્ઞાન છે પણ આ લેખ એટલાં માટે લખું છું કે વગર કોઈ ગુરુ ના માર્ગદર્શન વગર , વગર દીક્ષા લીધા વગર જપ ના કરવો જોઈએ એના થી લાભ નહિ પણ હાનિ થાય છે આટલી ઊર્જા અને શક્તિ સંપન્ન મંત્ર વિસ્ફોટ પણ કરી દે છે કારણ કે તમારામાં રહેલા પંચતત્વ કેવા છે ક્યાં તત્વ ની કમી છે એ માત્ર ગુરુ નક્કી કરે છે અને સાધના આપે છે નહિ તો તમારા માટે અગ્નિ તત્વ યોગ્ય ના હોય અને કોઈ એવા દેવતાનું બીજ જપ કરો જે અગ્નિ તત્વ ની વૃદ્ધિ કરે તો દેહ માં અગ્નિ સંબધિત રોગ થાય મંત્ર ના ખોટાં જપ થી ઘણાં લોકો રોગી થઈને ફરી રહિયા છે ૐ અથવા જેમાં બીજ હોય એવાં મંત્ર જાપ દીક્ષા વગર ના કરવા તંત્ર માં તો એક એક અક્ષર ની પણ દીક્ષા થાય છે નામ જપ કરવા માં કોઈ દોષ નથી…
~ લખન પોનીકર



















































