લાગી છે હરપળ કામ અહીં
અનુભવે વાત સમજાણી છે.
જીવી ગયા કહેશે જ લોકો
જિંદગી એણે તો માણી છે.
તકને તેડા હોય ના કદી પણ
અહીં હર એક પળ શાણી છે.
વપરાય સમજી વિચારીને જો
મજાની માનવ મુખે વાણી છે.
રોદણાં રોયે રાખો વારે ને વારે
લાગે તો આ જિંદગી તાણી છે.
લાગી છે હરપળ કામ અહીં
અનુભવે વાત સમજાણી છે.
જીવી ગયા કહેશે જ લોકો
જિંદગી એણે તો માણી છે.
તકને તેડા હોય ના કદી પણ
અહીં હર એક પળ શાણી છે.
વપરાય સમજી વિચારીને જો
મજાની માનવ મુખે વાણી છે.
રોદણાં રોયે રાખો વારે ને વારે
લાગે તો આ જિંદગી તાણી છે.
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...
વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...
અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas, iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....
"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...
મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...
રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા
કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...
અમદાવાદ: ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્યઆયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી શકાશે. જેમાં પત્રકારોએ છેલ્લા ૩ વર્ષમાં કરેલ ઉત્કૃષ્ટ કામની નકલ અથવા લિન્ક જોડવાની રહેશે. આ લિન્ક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી શકાશે.આ એવોર્ડ માટે તમે અન્ય પત્રકારોને પણ નોમિનેટ કરી શકો છો અને તેમના માટે નોમિનેશન ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત તમે gujaratmediaawards@gmail.com પર...
લાહોરના અનારકલી બજારની ભીડભાડ વચ્ચે, જૂની ઈમારતોની આડમાં એક નાનકડી પુસ્તકોની દુકાન હતી. દુકાનનો માલિક 'ચાચા કરીમ' તરીકે ઓળખાતો હતો. સફેદ દાઢી, આંખોમાં સુરમો અને ઉર્દૂ શાયરીનો શોખીન કરીમ આખા બજારમાં લોકપ્રિય હતો. પણ કોઈને ખબર નહોતી કે આ શાંત દેખાતો વૃદ્ધ હકીકતમાં ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) નો સૌથી કાબેલ જાસૂસ, મેજર રુદ્ર હતો. રુદ્ર છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાનમાં 'ડીપ કવર' મિશન પર હતો. તેનું કામ હતું દુશ્મનોની ચાલને સમજવી અને ભારત પર આવનારી મુસીબતને પહેલાં જ ડામી દેવી. એક વરસાદી રાત્રે, રુદ્રને એક સાંકેતિક મેસેજ મળ્યો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને એક આતંકી સંગઠન મળીને ભારતના ઉત્તર સીમાડા પર...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.