• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ગામડાની પ્રેમકહાની : ભાગ-૧૦

સુજલ પટેલ

iGujju by iGujju
in મહિલા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
17 1
A A
0
20
SHARES
73
VIEWS
Share on WhatsappShare on Facebook

દેવરાજભાઈ અને મનિષાબેનની એક રાત સુશિલાબેનના ઘરમાં જેમતેમ કરીને વીતી ગઈ. સવાર પડતાં જ મનિષાબેનને પોતાનું મંદિર યાદ આવ્યું. અમદાવાદમાં તો એ રોજ પોતાનાં ઘરનાં મંદિરમાં લાડુ ગોપાલની પૂજા આરતી કરતાં. પણ અહીં એ શક્ય નહોતું. મોબાઈલમાં પાડેલો લાડુ ગોપાલ નો ફોટો જોઈ, તેનાં દર્શન કરી, મનિષાબેને પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. હવે આ શુભ શરૂઆત ક્યાં સુધી શુભ રહેશે, એ તો સુશિલાબેનના હાથમાં હતું.

“નાસ્તો બની ગયો??” ધનજીભાઈએ રસોડામાં આવીને સુશિલાબેનને પૂછ્યું. સુશિલાબેન તરફથી કોઈ જવાબ નાં મળતાં, ધનજીભાઈ જાતે જ ઢાંકેલા વાસણ ખોલીને જોવાં લાગ્યાં.

એક બાઉલ ખોલતાં જ ધનજીભાઈને ઝટકો લાગ્યો. એ બાઉલમાં ઢોકળા હતાં. જે મનિષાબેનને પસંદ નહોતાં, પણ દેવરાજભાઈના મનપસંદ હતાં. આ બધી વાતો ધનજીભાઈને આરવ પાસેથી જાણવાં મળી હતી. આ બધું જોતાં જ ધનજીભાઈને કંઈક વધારે પડતું જ અજીબ લાગ્યું.
ધનજીભાઈ સુશિલાબેનને કાંઈ કહે, એ પહેલાં જ દેવરાજભાઈ અને મનિષાબેન આવી ગયાં. તેમનાં આવતાં જ સુશિલાબેન ઢોકળા નું બાઉલ લઈને દેવરાજભાઈ પાસે પહોંચી ગયાં. મનિષાબેન નાસ્તો કરવા બેસતાં હતાં, પણ ઢોકળા જોઈને એ રોકાઇ ગયાં.

“આ લ્યો, તમારાં મનપસંદ ઢોકળા..”સુશિલાબેને દેવરાજભાઈને કહ્યું.

ઢોકળાનુ બાઉલ જોઈને દેવરાજભાઈએ એક નજર મનિષાબેન તરફ કરી. મનિષાબેન કોઈ પ્રકારનાં હાવભાવ વગર ઉભાં હતાં.

“મેં વર્ષો પહેલાં ઢોકળા ખાવાનું મૂકી દીધું છે.” દેવરાજભાઈ મનિષાબેન તરફ જોઈને બોલ્યાં. મનિષાબેનની પાચનશક્તિ કમજોર હતી. તેમને ભારે ખોરાક ખાવાની મનાઈ હતી. સુશિલાબેન આ વાતથી અજાણ હતાં. છતાંય અજાણતામાં જ તેમણે પોતાની આદત મુજબ મનિષાબેન ને હેરાન કરવાની શરૂઆત કરી દીધી હતી.

દેવરાજભાઈએ ઢોકળા ખાવાની ના પાડી દીધી. એ વાતથી સુશિલાબેનનુ મોઢું પડી ગયું. મનિષાબેન તરફ એક ગુસ્સાભરી નજર કરી તે તરત જ રસોડામાં ચાલ્યાં ગયાં. મનિષાબેનને થોડી તકલીફ થઈ. પણ તે કાંઈ બોલી નાં શક્યાં.

“આ ઘરને તમારું જ સમજો. તમે ખુદ જ જઈને તમને ભાવતો નાસ્તો બનાવી લો.” ધનજીભાઈ ખૂબ જ વિનમ્રતાથી બોલ્યાં.

સુશિલાબેન પણ રસોડામાં હતાં. એ કારણથી મનિષાબેનનો રસોડામાં જવાં પગ નાં ઉપડ્યો. દેવરાજભાઈએ મનિષાબેનનાં હાથ પર હાથ મૂકીને તેમને જવાની પરવાનગી આપી. દેવરાજભાઈની પરવાનગી મળતાં જ મનિષાબેન રસોડાં તરફ ગયાં. તેમને આવતાં જોઈને સુશિલાબેન તરત જ બહાર નીકળી ગયાં.

મનિષાબેનને એ રીતે સુશિલાબેનની મરજી વગર નાસ્તો બનાવવો થોડી શરમજનક વાત લાગી. છતાંય તેમણે ફટાફટ ઉપમા બનાવી લીધાં.

આજ રવિવાર હોવાથી સુમન સાપુતારા જવાની તૈયારી કરી રહી હતી. બધી જરૂરી વસ્તુઓ બેગમાં પેક કરીને સુમન આરવના રૂમ તરફ ગઈ. રૂમ વ્યવસ્થિત ગોઠવેલો હતો. બેડ પરની ચાદર પણ વ્યવસ્થિત હતી. પણ આરવ ક્યાંય દેખાતો નહોતો. સુમને આખાં રૂમમાં એક નજર કરી. પણ આરવ ક્યાંય નાં મળ્યો.

“કોને શોધે છે?? આરવને??” સુમનને આરવના રૂમમાં જોઈને દેવરાજભાઈએ પૂછ્યું.

“હાં, અંકલ.”

“એ સવારે જ ગાડીની ચાવી તને આપવાનું કહીને તેનાં મિત્રને મળવા જતો રહ્યો.”

દેવરાજભાઈની વાત સાંભળી સુમનને અજીબ લાગ્યું. આરવે જ સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો હતો, ને આરવ જ જતો રહ્યો. એ વાત થોડી અજૂગતું લાગે એવી હતી.
સુમન કાંઈ બોલી નહીં, એટલે દેવરાજભાઈ એ ગાડીની ચાવી સુમનના હાથમાં આપી દીધી. સુમન થોડીવાર ચાવી અને સાપુતારા જવા તૈયાર કરેલ બેગ તરફ જોવાં લાગી.

“તું ક્યાંય જાય છે??”દેવરાજભાઈએ પૂછ્યું.

“હાં,અંકલ. આરવે સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો હતો. સાથે મનન પણ આવવાનો હતો. પણ આરવ-”

“આરવ નથી તો શું થયું!? મનન તો છે ને… તું અને મનન બંને જાવ.” સુમન આરવના લીધે જવાં નહોતી માંગતી. એ વાત દેવરાજભાઈ સમજી ગયાં, ને સુમનને મનન સાથે જવાની ભલામણ કરી.

“હાં, બેટા. તું જઈ આવ. આમ પણ તને હોસ્પિટલના કામમાંથી ક્યારેય નવરાશ જ નથી મળતી. તો હવે પ્લાન બની જ ગયો છે, તો ફરી આવ.” ધનજીભાઈએ પણ સુમનને જવાનો આગ્રહ કર્યો. સુમન હસતાં મુખે બેગ ખંભે નાંખીને, ગાડી લઈને મનનના ઘરે ગઈ.

“આરવ નથી આવ્યો??” ગાડીનો દરવાજો ખુલતાં જ મનન આરવ વિશે પૂછવા લાગ્યો.

“નાં, તે તેનાં મિત્રને મળવા જતો રહ્યો. તે એ રીતે અચાનક જ ગયો. તો મારું આવવાનું મન નહોતું. પણ પછી અંકલે અને પપ્પાએ કહ્યું, તો આવી ગઈ.”

સુમનની વાત સાંભળી મનન હળવું સ્મિત કરીને ગાડીમાં બેસી ગયો. મનનના બેસતાં જ બંનેની સાપુતારા જવાની સફર ચાલું થઈ ગઈ. બંને સારાં મિત્રો હતાં. પણ ક્યારેય એટલી વાતો કરવાનો મોકો જ મળ્યો નહોતો, કે એકબીજા વિશે કાંઈ જાણી શકે. આજ મૌકા ભી થા, ઔર દસ્તૂર ભી…પણ તોય બંને વચ્ચે ગંભીર મૌન છવાયેલું હતું.
સુમનને આવી રીતે ગાડી ચલાવવામાં મજા ના આવતાં તેણે ગાડીમાં ગીતો વગાડવાનું ચાલું કર્યું.

પ્યાર હુઆ એકરાર હુઆ
પ્યાર સે ફિર ક્યો ડરતાં હૈ દિલ….
કહેતાં હૈ દિલ રસ્તા મુશ્કિલ
માલૂમ નહીં હૈ કહાં મંઝિલ…
પ્યાર હુઆ….

૧૯૫૫ માં શ્રી ૪૨૦ નામની ફિલ્મમાં લતા મંગેશકર અને મન્નાડેનાં અવાજમાં ગવાયેલું આ ગીત અત્યારનાં રોક એન્ડ રેપ સોંગ સામે થોડું સ્લો હતું. પણ એ ગીતનાં એક એક શબ્દ જાણે સીધાં દિલમાં ઉતરતાં હોય, એવું લાગે. એમાંય અત્યારે તો આ ગીત સુમન અને મનનના દિલની વ્યથા જણાવી રહ્યું હતું. પ્રેમ બંનને હતો, નજર નજરમાં એકરાર પણ થઈ ગયો હતો. છતાંય બંનેને એક ડર સતાવી રહ્યો હતો. રસ્તો પણ મુશ્કેલ હતો, ને મંઝિલની પણ ખબર નહોતી. છતાંય બસ બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા.

ધનજીભાઈ, દેવરાજભાઈ અને આરવ ત્રણેય ધનજીભાઈની વાડીએ બેઠાં હતાં. ધનજીભાઈ ખૂબ ખૂશ દેખાતાં હતાં. આરવની પણ થોડી એવી તકલીફ હળવી બની હોય, એમ તે પણ ખુશ હતો‌.

“આરવ કહે છે, એ વાત સાચી હશે, તો તું શું કરીશ??” દેવરાજભાઈએ ધનજીભાઈને પૂછ્યું.

“આરવની વાત સાચી હશે, તો એનાંથી મોટી ખુશીની વાત મારાં માટે એક પણ નહીં હોય.”

“તો તને એ વાતથી કોઈ તકલીફ નહીં થાય એમ?!”

“હાં, એમાં તકલીફ ની વાત જ નથી. એ તો‌ ખુશીની વાત છે.”

“પણ,સુશિલા!?”

સુશિલાબેનનુ નામ આવતાં જ ધનજીભાઈની બધી ખુશી ગાયબ થઈ ગઈ. પણ આ વખતે લડ્યાં સિવાય કોઈ રસ્તો નહોતો.

“આ વાતમાં હું તેની કોઈ વાત નહીં માનું. આ બાબતે ફેંસલો લેવાનો જેટલો અધિકાર તેનો છે, એટલો જ અધિકાર મારો પણ‌ છે.” ધનજીભાઈ સ્વસ્થ થઈને બોલ્યાં.

“જો તું સુશિલાની વિરુદ્ધ જવાં તૈયાર હોય, તો અમે બધાં તારો સાથ આપીશું.” દેવરાજભાઈએ ધનજીભાઈ નો સાથ આપવાનું ફરમાન જાહેર કરી દીધું. બધાંનો સાથ મળતાં ધનજીભાઈ વધારે ખુશ થયાં.

એક પછી એક ગામ પાછળ છૂટતાં જતાં હતાં, ને નવ કલાકનાં રસ્તામાં પાંચ કલાક તો ક્યારે પસાર થઈ ગઈ. એ વાતનો સુમન કે મનનને ખ્યાલ પણ નાં રહ્યો.

“તને અમદાવાદમાં કોઈ છોકરી પસંદ આવી કે નહીં??” સુમને અચાનક જ સવાલનું તીર છોડ્યું. એ પણ એવો, કે મનને ક્યારેય કલ્પના પણ નાં કરી હોય.

“નાં, નહીં.” મનને એકાક્ષરી જવાબ આપીને વાતને ત્યાં જ પૂર્ણવિરામ આપી દીધું, ને ફરી બંને વચ્ચે મૌન છવાઈ ગયું. સુમનને થોડીવાર તો પોતાનાં જ સવાલ પર વિચાર આવી ગયો.

“હાં, તું દેખાવે તો હેન્ડસમ છે. પણ મને લાગે છોકરીઓ પર તારું નોલેજ થોડું કમજોર છે.” એક બે મિનિટની ચુપ્પી પછી સુમને ફરી એ જ વાતને આગળ ધપાવી.

“એમાં નોલેજની શું જરૂર?? મારે થોડી એમનાં પર પી.એચ.ડી કરવી છે.”

“અરે, છોકરીને પ્રપોઝ કરવા તેની પસંદ નાપસંદ, તેનાં શોખ, તેની ઈચ્છાઓ, એવું ઘણું બધું જાણવું પડે. ત્યારે છોકરી તમારી તરફ ઢળે, ને તમારી સાથે વાતો કરે. આવી બધી વસ્તુઓ માટે નોલેજ જોઈએ. છોકરીઓને જાણવી બધાં છોકરાંઓ માટે એટલું સરળ નથી હોતું.”

“એવું બધું કરવાની શું જરૂર?? આપણને કોઈ પસંદ આવે, કે આપણને કોઈ પસંદ કરે, તો આપણે તેનાં વિશે બધી ખબર આપમેળે જ રાખવાં લાગીએ. એમાં નોલેજનુ કાંઈ નાં હોય.”
“એનો મતલબ તો એવો થયો, કે તને કોઈ પસંદ છે. તે તેનાં વિશે જાણવાની શરૂઆત પણ કરી દીધી છે, ને મને તો લાગે છે, કે થોડું ઘણું જાણી પણ લીધું છે.” સુમનની વાત સાંભળી મનન ફરી ચૂપ થઈ ગયો. જે વાત મનન કેટલાં સમયથી પોતાનાં દિલમાં જ છુપાવીને બેઠો હતો. એ વાત હવે બહાર આવી રહી હતી.

“બોલ…બોલ… સાચું કહું છું ને હું??” મનન તરફથી જવાબ નાં મળતાં સુમને ફરી પૂછ્યું. હવે તો સુમન જીદ્દ પર ઉતરી આવી હોય, એવું લાગી રહ્યું હતું.

ઘરેથી હોસ્પિટલે ને હોસ્પિટલેથી ઘર સુધી જ સંબંધ રાખવાવાળા સુમન અને મનન વચ્ચે હવે ધીમે-ધીમે વાતોનો દોર શરૂ થઈ રહ્યો હતો. એકબીજાને હેરાન કરવા, નાની-નાની વાતમાં જીદ્દ કરવી જેવી બાબતો બંને વચ્ચે બની રહી હતી. બંનેની પ્રેમ કહાની હવે આગળ વધવાની પૂરી તૈયારી દર્શાવી રહી હતી.

(ક્રમશઃ)

Related

Tags: સુજલ પટેલ
SendShare8Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

રમકડા

Next Post

ગામડાની પ્રેમકહાની : ભાગ-૧૧

Related Posts

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails

ધુરંધર – પડછાયાનો યોદ્ધા

by iGujju
0
77
ધુરંધર – પડછાયાનો યોદ્ધા
કલા-સાહિત્ય

લાહોરના અનારકલી બજારની ભીડભાડ વચ્ચે, જૂની ઈમારતોની આડમાં એક નાનકડી પુસ્તકોની દુકાન હતી. દુકાનનો માલિક 'ચાચા કરીમ' તરીકે ઓળખાતો હતો. સફેદ દાઢી, આંખોમાં સુરમો અને ઉર્દૂ શાયરીનો શોખીન કરીમ આખા બજારમાં લોકપ્રિય હતો. પણ કોઈને ખબર નહોતી કે આ શાંત દેખાતો વૃદ્ધ હકીકતમાં ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) નો સૌથી કાબેલ જાસૂસ, મેજર રુદ્ર હતો. રુદ્ર છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાનમાં 'ડીપ કવર' મિશન પર હતો. તેનું કામ હતું દુશ્મનોની ચાલને સમજવી અને ભારત પર આવનારી મુસીબતને પહેલાં જ ડામી દેવી. એક વરસાદી રાત્રે, રુદ્રને એક સાંકેતિક મેસેજ મળ્યો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને એક આતંકી સંગઠન મળીને ભારતના ઉત્તર સીમાડા પર...

Read moreDetails

માત્ર 15 જ મિનિટમાં આ રીતે ઘરે ફટાફટ બનાવો ‘બાજરીના ઢોકળા’

by iGujju
0
61
માત્ર 15 જ મિનિટમાં આ રીતે ઘરે ફટાફટ બનાવો ‘બાજરીના ઢોકળા’
મહિલા વિશેષ

આજે રવિવાર...અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ...આ રેસિપી એવી છે જે તમે ખૂબ જ ફટાફટ બનાવી શકશો અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગશે. આ વાનગી તમને બનાવતા જરા પણ કંટાળો નહિં આવે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે ફટાફટ સ્વાદિષ્ટ બાજરીના ઢોકળા કેવી રીતે બનાવશો. આ ઢોકળા તમને ખાવાની મજ્જા પડી જશે. તો નોંધી લો તમે પણ આ રેસિપી.. સામગ્રી એક કપ બાજરીનો લોટ ½ કપ ચણાનો લોટ વાટેલી અડદની દાળ સ્વાદાનુંસાર મીઠું ખાવાનો સોડ(અથવા તો તમે ઇનો) પણ લઇ શકો છો સમારેલી કોથમીર લીલા મરચાં હળદર કાળા મરી તેલ તલ દહીં બનાવવાની રીત બાજરીના ઢોકળા...

Read moreDetails
Load More
Next Post
એની “ના” હતી

ગામડાની પ્રેમકહાની : ભાગ-૧૧

|| ‘રામચરિતમાનસ’ના રચયિતા – ગોસ્‍વામી તુલસીદાસ ||

|| ‘રામચરિતમાનસ’ના રચયિતા - ગોસ્‍વામી તુલસીદાસ ||

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.