સપના કોઈના માટે મોટા હોય તો કોઈના માટે નાના હોય છે, જેમ કે આપણે જે જીવન જીવતા હોય એ કોઈના માટે સપનું હોય છે. જેમ કે આપણે કોઈ બાળકને કહીએ તો એ પણ કહેશે કે હું મોટો થઈ ને ડોક્ટર બનીશ અને આપણને કોઈ પૂછે કે શુ બનવું છે તો આપણી ઈચ્છા ફરી બાળપણમાં જવાની હોય છે. સ્વપ્નની કોઈ ઉંમર નથી હોતી. આપણે જે સપનુ જોઈએ છીએ એ કયારેક તૂટી પણ જાય છે. સ્વપ્ન જીવન જીવવા માટે ઉત્સુક કરે છે. સપનુ નવી ઉમ્મીદ આપે છે. જિંદગી પણ એક સુંદર સ્વપ્ન જ છે. મુદ્દાની વાત એ છે કે જે સપનુ આપણે જોઇએ છીએ તે સાકાર કરવા માટે મહેનત અને લગન હોવી જોઈએ.
“અહી કોઈ તમારા સ્વપ્નો પૂરા કરવા માટે નહીં આવે. દરેક માણસ આજકાલ હવે પોતાની તકદીરને હકીકત બનાવવામાં લાગ્યા છે.”
સ્વપ્ન એ મારા માટે તો જીવન જીવવા માટેની ચાવી છે. મારી પ્રેરણા છે. મારો પહેલો પ્રેમ છે. કારણ કે તે મને એક ઊમ્મીદ આપે છે કે જીવન માં આગળ જતા બઘું ઠીક થઈ જશે. સપના પૂરા નથી પણ થતા કયારેક કયારેક. એવું લાગે કે એ અધૂરું ખ્વાબ આખું જીવન બદલી દેશે અને પછી માણસ તૂટી જાય છે પણ એમાંથી બહાર આવીને નવેસરથી જીવન ઝરુખાને સજાવવો એ જ જીવનસંઘર્ષની સફળતા છે. જેટલા ઊંચા સપના એટલો મોટો સંઘર્ષ.
“ખ્વાબ દિલ કા દિલ મે દફન હો ગયા, વકત કે હાથો બેવકત હી કતલ હો ગયા. “
– હેના પઠાણ


















































