હાલમાં ચાલી રહેલી કોરોનાની ખાનાખરાબી વચ્ચે એક રાહતના સમાચાર ઝાયડસ કંપની તરફથી મળી રહ્યાં છે. ઝાયડસ કંપનીની જૂન માસમાં વેક્સીન આવી શકે છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરે તબાહીનું તાંડવ મચાવ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતના જાણિતા ફાર્મા ગૃપ ઝાયડસ કંપની તરફથી કોરોનાની રસીને લઈને સારા સંકેત મળ્યાં છે.
ઝાયડસની કોરોના વેક્સીનને ખુબ જ જલ્દી મંજૂરી મળી શકે છે. આ મહિનાના અંતમાં ટ્રાયલનો ડેટા કંપની સબમિટ કરશે. માટે જૂન મહિનામાં કોવિડની વેક્સિનને મંજૂરી મળવાની આશા છે. ઝાયડસે વેક્સીનની ટ્રાયલમાં બાળકોને પણ સામેલ કર્યા હતા.
ઝાયડસે કોરોના વેક્સીનની ટ્રાયલમાં 12 થી 17 વર્ષની ઉંમરના બાળકોને પણ સામેલ કર્યા હતા. આગામી જૂન મહિનામાં કંપની દવા નિયામક પાસેથી ઇમરજન્સી યૂઝની મંજૂરી માંગી શકે છે. કેડિલાએ અત્યાર સુધીમાં સૌથી મોટી વસ્તી પર વેક્સિનનું ટ્રાયલ કર્યું છે.
જણાવી દઇએ કે, કેડિલા 12 વર્ષથી મોટી ઉંમરના કિશોરો પર પણ કોરોના વાયરસ વેક્સીન લાવવા પર કામ કરી રહી છે. કંપનીની આ યોજના અમદાવાદ અને વડોદરાના સંયત્રમાં વાર્ષિક 24 કરોડ ડોઝ બનાવવાની છે. કેડિલાની વેક્સિનની ટ્રાયલમાં કોરોના વાયરસના ગણા વોરિએન્ટ પર અસર કરે છે.
VR Sunil Gohil


















































