હું પહેલા માણસમાં પ્રવેશ્યો. તે માણસે મને ફેલાવવામાં ખૂબ મદદ કરી. તે બીજા માણસ પાસે ગયો, એનામાં પણ હું પ્રવેશ્યો. ધીમે ધીમે હું ત્યાં ઘણાં માણસમાં ફેલાવવા લાગ્યો. સૌ અચાનક જ ચાલતા ચાલતા જમીન પર પડવા લાગ્યા, તો કેટલાઓને ચક્કર આવવા લાગ્યા. ધીરે ધીરે વાત ડોક્ટર સુધી પહુચી. કેટલી મહેનત પછી તેઓને ખબર પડી કે મારું નામ કોરોના છે અને હું ખૂબ જલ્દી જલ્દી ફેલાય શકું. પણ બસ વુહાનમાં જ મારે પ્રસિદ્ધ નહોતું થવું, મારે તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ થવું હતું. સૌએ મને રોકવાની ખૂબ કોશિશ કરી. પણ મારે તો ફેલાવું જ હતું. અને પછી મેં ઘણાં દેશમાં મારો પ્રવેશ કરી લીધો હતો. હવે મારે ભારતમાં જવું હતું. ત્યાં મને પહેલા તો પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી પડી. પણ છેલ્લે મેં ત્યાં પણ મારો પ્રવેશ કર્યો.
ભારતમાં હું પહેલા તો તેટલી જલ્દીથી નહોતો ફેલાય રહ્યો કારણ કે લોકડાઉન થઈ ગયું. મારી મુશ્કેલીઓ વધી ગઈ. પણ તે લોકો થોડી એવી ભૂલ કરી જ ગયા જેનાથી મને ફાયદો થયો. તે લોકો તેટલી તકેદારી ન લઈ શક્યાં. પછી શું? હું ભારતમાં પણ જલ્દીથી ફેલાવવા લાગ્યો. હવે સૌ મને જાણતા હતા. નાનામાં નાનું બાળક થી લઈને મોટામાં મોટું વૃદ્ધ સુધી. સૌ મારાથી ખૂબ ડર્યા. મને ખુબ મજા આવી. પણ એક દિવસ અચાનક જ ભારતે અને તેની સાથે સર્વ વિશ્વએ એક પંક્તિ બારે પાડી, “કોરોનથી ડરો નહિ, લડો.” આ જોઈને હું ખૂબ ડરી ગયો. ભારતીયો જેમ જેમ સમય વીત્યો તેમ તેમ મારાથી ડરવાની બદલે મારી સાથે લડવા મંડ્યા. હવે કોઈ ડરતું નહિ. સેનિટાઈઝર અને માસ્ક જેવા હથિયારથી મને ફેલાવવા ન દેતા. છતાં હું ખૂબ ફેલાયો. કેટલા લોકોએ તો મારા ડરથી આત્મહત્યા પણ કરી. પણ અચાનક જ જાણે સૌ મને ભૂલવા લાગ્યા! મારાથી લડવા લાગ્યા અને પોતાની જિંદગીમાં આગળ વધ્યા.
મને ખબર પડી કે મારો કહેર ઘટી રહ્યો છે. બધી જ જગ્યાએ મને મારવા માટેની શોધ ચાલવા મંડી. મને મારવા માટેના ત્રણ હથિયાર છે-
2) વેકસીન
3) તકેદારી.
સૌ તકેદારી રાખવા મંડ્યા. દવા અને વેકસીન શોધવા મંડ્યા. હવે હું ડરેલો ખૂણામાં મારી વેકસીન નીકળશે અને મને મારવા માટેની દવા નીકળશે એવું વિચારીને મારા અંતિમ ક્ષણો ગણિ રહ્યો છું.


















































