હમણાં રમજાન મહિનો ચાલી રહ્યો છે તો ચાલો શીખીયે રમજાન વિશેષ શાહી ફિરની કેવી રીતે બનાવી શકાય
સામગ્રી –
12 બદામ
100 ગ્રામ પીસેલા ચોખા
1 લીટર દૂધ
5 મોટી ચમચી ખાંડ
8 કતરણ કેસર
1 નાની ચમચી ઇલાયચી પાવડર
1 ચમચી કાજુ, બદામ, પીસ્તા
બનાવવાની રીત –
સૌ પ્રથમ બદામને છોલીને તેને અડધા કપ દૂધમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે પેસ્ટમાં પીસેલા ચોખા ભેળવો. ત્યારબાદ દૂધને સારી રીતે ગરમ કરી લો. તેમાં ખાંડ અને કેસર મિક્સ કરો. હવે ચોખાની પેસ્ટને દૂધમાં નાંખી દો. ગેસની આંચ પર આ મિશ્રણને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દૂધ ઘટ્ટ ન થઇ જાય. ત્યારબાદ તેની ઉપર ઇલાયચી પાવડર છાંટી તેને ગેસની આંચ પરથી ઉતારી લો.
હવે તૈયાર થયેલી ફિરનીને બાઉલમાં કાઢો અને તેની ઉપર બદામ, પિસ્તા અને કાજુનું ગાર્નિશિંગ કરી ફ્રીઝમાં ઠંડી થવા મૂકી. ઠંડી થાય એટલે સર્વ કરો.


















































