એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું .. મહેરબાની કરી વાંચવું… આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે…!
સરનામું..! …………. ………….
આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ…! હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું…!
આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..! હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..! બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે…!
મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું…!!
પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો…! કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!