• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

કૃતજ્ઞતાનો વૈજ્ઞાનિક જાદુ

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
55 1
A A
0
63
SHARES
232
VIEWS
Share on WhatsappShare on Facebook

રોન્ડાબર્નનું અતિ લોકપ્રિય વિશ્વપ્રખ્યાત પુસ્તક “ધ સિક્રેટ મેજિક” માં ખુબ નાની પણ અગત્યની વાતને હાઇલાઇટ કરી છે અને તે છે કૃતજ્ઞતાનો જાદુ. પરંતુ સાચું પૂછો તો કૃતજ્ઞતાની ભાવનાનું મૂળ વાસ્તવમાં હિંદુધર્મસંસ્કૃતિની દેન છે. હિન્દુસંસ્કૃતિમાં પ્રકૃતિના વિભિન્ન તત્વો જેવા કે ગૌમાતાની સેવાપૂજા કે જે પશુજગત માટેની કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાની વ્યવસ્થા છે, પીપળો અને તુલસીની પૂજા કે જે વનસ્પતિજગત પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે. સૂર્ય, ચંદ્ર, નદી, પહાડ, પૃથ્વીમાતા જેવા બ્રહ્માંડના વિશિષ્ટ તત્વો કે જેના પર મનુષ્ય જીવન ટકી રહ્યું છે તે તમામની પૂજા દ્વારા હિન્દુસંસ્કૃતિ બીજું કંઈ નહીં પરંતુ કૃતજ્ઞતાની જ શીખ કે બોધપાઠ આપે છે જે અતિ વૈજ્ઞાનિક છે પરંતુ આપણું ગુલામ માનસ એટલી હદે પારકી કે વિદેશી વસ્તુઓ અને વિધાનોથી પ્રભાવિત થાય છે કે જેની કોઈ હદ નહિ. પારકી થાળીનો લાડુ આમ પણ હંમેશા મોટો જ લાગતો હોય છે. જીવનમાં જ્યાં સુધી આપણે સ્વદેશી બાબતોની કદર કરતા નહીં થઈએ અને સંતોષી જીવન જીવતા નહિ શીખીએ ત્યાં સુધી સાચી સુખ-શાંતિ મળવી મુશ્કેલ છે. વિદેશોની સારી બાબતોને સ્વીકારવાની ના નથી પરંતુ તેનું મૂળ આપણી જ સંસ્કૃતિમાં રહેલું છે એ સમજવું તો અનિવાર્ય લાગે છે.

રોન્ડાબર્નના આ લોકપ્રિય વિશ્વવિખ્યાત પુસ્તક “ધ સિક્રેટ મેજીક” માં જણાવ્યું છે કે કૃતજ્ઞતાનો જાદુ એટલે આભારનો અહેસાસ વ્યક્તિને વધુ સ્વસ્થ અને હકારાત્મક બનાવે છે, જે જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. રોન્ડા બર્ન લખે છે કે જો સવારે ઉઠતી વખતે તમારામાં કૃતજ્ઞતાનો ભાવ હશે તો જાગ્યા પછી તમે રોમાંચિત થઈ જશો કે તમે જીવતા છો. આજ વાત હિંદુધર્મસંસ્કૃતિમાં કરદર્શનની પ્રથા દ્વારા દર્શાવવામાં આવી છે કે ઉઠતાની સાથે પરમાત્માને યાદ કરવા, હથેળીમાં તેમના દર્શન કરવા જેમણે એક વધારાનો દિવસ આપણા પર કૃપા કરી આપ્યો કેમ કે સૂતી વખતે રાત્રે આપણને ખબર નથી હોતી કે સવાર પડશે કે નહિ, બીજો દિવસ ઉગશે કે નહીં અને આપણે ઉઠી શકીશું કે નહીં. કોઈ જ્યોતિષીએ આગાહી કરી હોય કે આજ રાત તમારું મૃત્યુ છે અને તમને એક દિવસ વધુ મળે તો કેવી ખુશી થાય? આમ એક વધુ દિવસ ઈશ્વરની કૃપાથી આપણને મળ્યો એ પ્રભુ સમર્પિત કરી ઉઠાતાની સાથે કરદર્શન કરી પરમાત્માને યાદ કરવાની અને તેનો અભાર માનવાની વ્યવસ્થા છે. હથેળી ક્રિયાશક્તિનું પ્રતિક છે જેથી ઈશ્વરના આશિર્વાદરૂપ વધુ એક દિવસ પ્રભુ સમર્પિત કરી ઉત્તમ અને કલ્યાણકારી કાર્યો કરી જીવન ધન્ય બને એવો ભાવ સેવવાનો હોય છે. હિન્દુસંસ્કૃતિમાં તો ડગલેને પગલે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાની સલાહ અને વ્યવસ્થા છે એટલે જ આપણે ત્યાં ભોજન ઈશ્વર સમર્પિત થાય છે. ઈશ્વરે આપણને અન્ના આપ્યું તે બદલ કૃતજ્ઞતા પ્રગટ થાય છે પ્રભુનો આભાર માનવામાં આવે છે તેમણે આપણા પર આવી ઉમદા કૃપા કરી જેનાથી આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે. એવી જ રીતે પ્રકૃતિના અગણિત તત્વો જેમ કે સૂર્ય, ચંદ્ર, નદી, પર્વત, પશુ, વનસ્પતિ વગેરેની પૂજા બીજું કંઈ જ નહીં ઈશ્વરના અંશરૂપ દરેક તત્વ તરફ કૃતજ્ઞતાની ભાવના પ્રદર્શિત કરવાની વ્યવસ્થા જ છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. જેનાથી સૌથી વધુ ફાયદો વ્યક્તિને પોતાને થાય છે.

કૃતજ્ઞતાની ભાવનાથી મનુષ્યની પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવે છે અને જીવનમાં જાદુઈ અસર જોવા મળે છે જે વાત રોન્ડાબર્ન તેની બુકમાં લખે છે જે હિન્દુસ્તાન માટે કોઈ નવી બાબત નથી. આપણા ઋષિ-મુનિઓ યુગો પહેલાથી આ વાત જાણતા હતા જેથી શાસ્ત્રોના માધ્યમથી જીવન જીવવાની પદ્ધતિમાં આવી અનેક બાબતોનો સ્વાભાવિક સમાવેશ કરેલ જેથી અવિરત એ કાર્ય શક્ય બને અને તેની પાછળ વધારાનો સમય ફાળવવો ન પડે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણને આપણું પોતાનું કશું જ આકર્ષિત કરતું નથી હંમેશા બીજાની બાબતો વધુ ઇમ્પ્રેસિવ લાગે છે. વિદેશી બાબતો તરફનું આપણું આકર્ષણ તો પહેલેથી જ અલ્પનીય રહ્યું છે જે આપણી કમનસીબી છે. ખેર કોઈપણ માધ્યમથી વાસ્તવિકતા સમજાય અને જીવન સુધરે તો તેમાં કંઈ જ ખોટું નથી.

આપણે ત્યાં દરેકને “જયશ્રી કૃષ્ણ” કહેવાની વ્યવસ્થામાં પણ દરેકમાં ઈશ્વરને જોવાની સમજણ છે જેનાથી દરેક માટે પૂજ્યભાવ જન્મે અને દ્વેષ-ઇર્ષા-અણગમાની લાગણી દૂર થાય. વ્યક્તિ દરેક પ્રતિ કૃતજ્ઞ બને. એવું કહેવાય છે કે જેનામાં કૃતજ્ઞતા નથી તેની પાસે જે કંઈ હોય છે તે પણ ઈશ્વર પાછું લઈ લે છે. નગુણા માણસો ઈશ્વર કે સમાજ કોઈને મંજૂર નથી. આપણા સૌનો અંગત અનુભવ હશે જ કે કોઈના પર કોઈએ ઉપકાર કર્યો હોય અને તે તેની કદર કરવાને બદલે ઉપકારનો બદલો અપકારથી આપે તો આપણને પસંદ પડતું નથી કે એને આપણે સહન પણ કરી શકતા નથી એ દર્શાવે છે કે નગુણા માણસને સમાજ ધિક્કારે છે. ઈશ્વરના દરબારમાં પણ કૃતજ્ઞતાના અભાવવાળી વ્યક્તિને સ્થાન નથી.

આજે આપણી પાસે જે કંઈ ઉત્તમ છે તે આપણા પોતાના કર્મો કરતાં વિશેષ પરમાત્માની કૃપાને આધીન છે અને એટલે દરેક પ્રતિ કૃતજ્ઞ રહેવું જોઈએ જેનાથી પરમાત્મા પ્રસન્ન થાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પરમાત્મા એટલે પરમચેતના અને સનાતન અસ્તિત્વ. સ્વાભાવિક જ છે કે વ્યક્તિ અસ્તિત્વના દરેક તત્વ પ્રતિ કૃતજ્ઞ બને તો તેનામાં પોઝિટિવ શક્તિનો સંચાર થાય. વળી કૃતજ્ઞતાની લાગણીને કારણે તે પ્રકૃતિના કોઈપણ તત્વને નુકશાન ન પહોચાડી શકે જેથી સમગ્ર અસ્તિત્વ (સૃષ્ટિના તમામ તત્વો) સ્વસ્થ અને ખુશનુમા રહે. પરંતુ આપણે નાસ્તિક હોવાને કારણે કે ભણતર તેમ જ જ્ઞાનના ઘમંડમાં પરમાત્માને પ્રસન્ન કરવા ઇચ્છતા જ નથી જેને કારણે પોતે પણ ખુશ રહી શકતા નથી. મને તો ક્યારેક લાગે છે કે નાસ્તિક માણસ એટલે દુનિયાનો સૌથી મોટો મૂર્ખ, અણસમજુ અને ઘમંડી માણસ કે જેનામાં અજ્ઞાન એ હાઈટનું છે કે તે પરમાત્મારૂપી દિવ્યશક્તિ એટલે કે પરમઉર્જાને જોઈ જ શકતો નથી અને એ શક્તિ એટલે બીજું કાંઈ જ નહીં પરંતુ આપણામાં રહેલી શારીરિક, માનસિક અને આત્મિક ઉર્જા જેની જરૂર દરેકને છે. પરમાત્માને ઠોકર મારવા કે ઠુકરાવવાનો અર્થ છે વ્યક્તિગત રીતે અશક્ત અને અસ્વસ્થ બનવું. જે મનુષ્ય પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞ છે તેને સ્વાભાવિક રીતે જ ખૂબ શક્તિ પ્રાપ્ત થાય છે (કારણ કે એ જ પ્રકારની આપણી પ્રાકૃતિક રચના છે) જેનાથી તે સમગ્ર અસ્તિત્વને સમજી અને પામી શકે છે. જીવનની દરેક સફળતાને મેળવી શકે છે. આમ તો આપણે આજીવન સફળતા અને સુખ પાછળ ભાગતા રહીએ છીએ પરંતુ સફળતાની મુખ્ય શરત એવી ઉર્જાશક્તિ કે જે કૃતજ્ઞતાના ભાવથી પેદા થાય છે તેને અહંકારવશ ઠુકરાવિયે છીએ આને જ શાસ્ત્રો અજ્ઞાન કહે છે.

ટૂંકમાં આપણને શાસ્ત્રો, ઈશ્વર, ધર્મ વગેરેના માધ્યમથી ગમે તેટલી ઉત્તમ બાબત કોઈ સમજાવે કહેવાતા શિક્ષિત અને degree holder ઘમંડી લોકોને ગળે ઉતરતી નથી પરંતુ એ જ વાત જો વિદેશી માધ્યમથી વિજ્ઞાનના સંદર્ભમાં સમજાવવામાં આવે તો આપણે તેના આંધળા ભક્ત બની જઈએ છીએ અને બડાઈ ચડાઈને અન્યને પણ પોતાની હોશિયારી સાબિત કરવા તે અંગેની જાણ કરીએ છીએ. પણ ખેર એ રીતે પણ જો વાસ્તવિકતાના દર્શન થતા હોય, પરમાત્માના સામ્રાજ્યને સમજવાની ઇચ્છા પેદા થતી હોય, કૃતજ્ઞતાનો ભાવ આવતો હોય તો કંઈ જ ખોટું નથી.
અહી બીજી એક વાત સમજવી પણ જરૂરી છે કે કૃતજ્ઞતા યાંત્રિક ન હોવી જોઈએ તેમ જ કૃતજ્ઞતા ક્ષણિક ન ચાલે. એકવાર કૃતજ્ઞ થવાથી આપણી વર્તમાન પરિસ્થિતિમાં બહુ મોટું પરિવર્તન શક્ય નથી. કૃતજ્ઞતાનો જાદુ અનુભવવા માટે સતત અવિરત કૃતજ્ઞતાનો અભ્યાસ અને આચરણ કરવું પડે કેમકે કૃતજ્ઞતાના થોડા અભ્યાસ અને આચરણથી જીવન થોડું અવશ્ય બદલાય પરંતુ ધરમૂળમાંથી જીવનને બદલવા માટે દરરોજ અસંખ્ય બાબતો માટે કૃતજ્ઞ બનવું પડે. તો જ જીવન નાટકીય રીતે સંપર્ણપણે બદલાય અને એક નવું સ્વર્ગ સર્જાય. કલ્પના બહારની ખુશી જન્મે. સુખનો ખજાનો મેળવવા આવી ઊંડી સમજણ અને જ્ઞાન આવશ્યક છે, જેના માટેની ચાવી અભ્યાસ અને આચરણ છે. જેથી હિન્દુધર્મમાં સવારથી રાત સુધી જીવનપર્યંત કરાતી અનેક ક્રિયાઓ જેવી કે કરદર્શન, પૃથ્વીદર્શન, સૂર્યનમસ્કાર, ગૌપૂજા, તુલસી અને પીપળાની પૂજા, નદીની આરાધના (ગંગાપૂજા) પર્વતપૂજન (હિમાલય આરાધના), ભોજન ઈશ્વરને સમર્પિત વગેરેની વ્યવસ્થા એ બીજું કંઈ નહીં સતત અવિરત કૃતજ્ઞતાની ભાવના પેદા કરવાની વ્યવસ્થા છે જે અતિ વૈજ્ઞાનિક છે. તો આવો તેને યથાર્થ રીતે સમજી જીવનમાં કૃતજ્ઞતાનો વૈજ્ઞાનિક જાદુ અનુભવીએ.

Related

Tags: shilpa shah
SendShare25Tweet16Scan
ADVERTISEMENT
Previous Post

જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી.

Next Post

લઘુરુદ્ર કરવાનો આ ઉત્તમ યોગ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
લાગે છે મને તો જ તું તારીશ, મહાદેવ.

લઘુરુદ્ર કરવાનો આ ઉત્તમ યોગ

વીરાનો વિરહ

વીરાનો વિરહ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.