રસોડામાં રસોઇ બનાવતી વખતે અનેક મહિલાઓને ડર લાગતો હોય છે ક્યાંક રસોઇ બળી ના જાય, અને કાચું ના રહે. આ સાથે જ ડિશનો સ્વાદ સારો નહિં થાય તો? જો કે જમવાનું બનાવવાનું કામ એટલું અઘરું નથી, પરંતુ કેટલીક નાની-નાની ભૂલોથી તમે બચો છો તો તમે એકદમ પરફેક્ટ સાબિત થાવો છો. તો આજે અમે તમારી માટે કેટલીક એવી કિચન ટિપ્સ લાવ્યા છીએ જે તમને કિચન ક્વિન બનાવી દેશે. આ ટિપ્સ તમને રસોડામાં ખૂબ જ કામમાં આવશે. તો જાણો તમે પણ આ ટિપ્સ વિશે..
- બટાકાની ટિક્કી કે પેટીસ બનાવતી વખતે બટાકાને બાફ્યા પછી 10 મિનિટ માટે એને ફ્રિજમાં મુકી દો. આમ કરવાથી તમારી ટિક્કી મસ્ત બનશે.
- બાજરી અથવા તો જુવારનો લોટ બાંધો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરો. આમ કરવાથી રોટલાં નરમ બનશે.
- આદુ-લસણને ગ્રાઇન્ડ કરતી વખતે એમાં થોડુ તેલ અથવા તો મીઠું એડ કરો અને પછી સ્ટોર કરો. આમ કરવાથી એ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
- ગુલાબજાંબુ બનાવતી વખતે એમાં થોડુ દૂધ નાંખો. આનાથી તમારા ગુલાબજાંબુ નરમ બનશે.
- બૂંદીનું રાયતુ બનાવતી વખતે મીઠું નાંખેલા દહીં ડાયરેક્ટ નાંખો જેથી કરીને રાયતુ ટેસ્ટમાં ટેસ્ટી બનશે.
- પૂરીને વણીને તળો એ પહેલા 10 મિનિટ માટે ફ્રીજમાં મુકી દો. આમ કરવાથી તળ્યા પછી એમાં તેલ નહિં રહે.
- મગની દાળના ચિલ્લા બનાવતી વખતે એમાં થોડો ચોખાનો લોટ એડ કરો. આમ કરવાથી ચિલ્લા ક્રિસ્પી બનશે અને ખાવાની પણ મજા આવશે.
- લીલી ચટણીને આઇસ ક્યૂબ ટ્રેમાં જમાવીને સ્ટોર કરો. આમ કરવાથી લાંબો સમય સુધી ફ્રેશ રહેશે.
- દહીં જમાવતી વખતે દૂધમાં નાનો ટુકડો નારિયેળનો મુકો. આમ કરવાથી દહીં બેથી ત્રણ દિવસ સુધી તાજુ રહેશે.


















































