પાણીપુરીની પુરી ઘરે બનાવો ત્યારે ફુલતી નથી અને પોચી બને છે? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો અમે તમને શીખવાડિશું પાણીપુરીની પુરી બનાવતા. જો તમે આ રીતે પુરી બનાવો છો તો મોટી અને ફુલેલી બનશે. તો નોંધી લો તમે પણ આ રીત..
સામગ્રી
- 1 કપ સોજી
- ચપટી સોડા
- એક ચમચી મેંદાનો લોટ
- હિંગ
- સ્વાદાનુંસાર મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત
- પાણીપુરીની પુરી બનાવવા માટે સૌ પ્રથમ બધી સામગ્રીને એક બાઉલમાં લઇ લો અને કઠણ લોટ બાંધી લો.
- હવે આ લોટને ઢાંકીને રહેવા દ.
- ત્યારબાદ આ લોટના રોલ કરીને પુરી આકારમાં વણી લો.
- હવે આ પુરીને તળતા પહેલા 5 થી 6 મિનિટ સુધી ભીના કપડાથી ઢાંકી દો.
- ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં પુરી નાંખો એટલે એ ફુલવા લાગશે.
- ત્યારપછી ગેસની આંચ ધીમી કરી દો.
- હવે પુરીને પેનમાંથી કાઢી લો અને પાણીપુરીના પાણી સાથે સર્વ કરો.
- સિક્રેટ ટિપ્સમાં તમને જણાવીશું કે જ્યારે તમે લોટ બાંધો ત્યારે કણકને થોડી વાર માટે રહેવા દો. આમ, જ્યારે લોટ બાંધો ત્યારે થોડુ તેલ ઉમેરો જેથી કરીને પુરી પરફેક્ટ બને.
- પુરીનો લોટ બાંધો ત્યારે એને 10 થી 12 મિનિટ સુધી મસળો જેથી કરીને પુરી ફુલે.
- પુરીના લોટમાં ભુલ્યા વગર તમે સોજી નાંખો જેથી કરીને એ ક્રિસ્પી થાય અને ખાવાની મજા આવે.
પાણીપુરીની પુરી બનાવતી વખતે તમે ઉપર મુજબ આ ધ્યાન રાખશો તો તમારી પુરી ક્રિસ્પી બનશે અને તમને ખાવાની પણ મજા આવશે.


















































