આજકાલ આપણી લાઈફ સ્ટાઈલ પ્રમાણે પીવાના પાણીનાં ઉપયોગ માટે બોટલનો ઉપયોગ વધુ કરતા હોય છે. ઘર હોય કે બહાર દરેક જગ્યાએ પાણી માટે બોટલનો વપરાશ વધ્યો છે, પરંતુ શું તમને ખબર છે કે આપણા વપરાશમાં આવતી ૭૦ ટકા પાણીની બોટલ પ્લાસ્ટિકમાંથી જ બને છે. આ પ્લાસ્ટિક આપણી સેહત માટે ખૂબ જ હાનિકારક છે.
પ્લાસ્ટિકની ખાસિયત એ છે કે જ્યારે તે સૂર્યનાં તડકાથી ગરમ થાય ત્યારે ઓગળવા લાગે છે. અને ધીમે ધીમે પ્લાસ્ટિકનાં રસાયણો પીવાના પાણીમાં ભળવા લાગે છે. આ પાણી પીવાથી કેન્સર થવાની શક્યતા રહે છે. પ્લાસ્ટિકની બોટલ બનાવવામાં બાઈસફેલોન એનો પ્રયોગ થાય છે જે સ્વાસ્થ માટે હાનીકારક છે. તે પેટની તથા આંતરડાની ગંભીર બીમારીઓને આમંત્રણ નોતરે છે. આથી પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું અવોઈડ કરવું જોઈએ.
પીવાનાં પાણી માટે કોપર તથા સ્ટીલની બોટલ શ્રેષ્ઠ રહે છે. તાંબાની બોટલમાં ભરી રાખેલું રાતનું પાણી સવારે પીવાથી પણ ઘણાં ફાયદા થાય છે. તેના લીધે કબજીયાત જેવા રોગો પણ દૂર થઈ જાય છે.