કોરોના સામેની રક્ષા માટે વિકસિત ભારતની સ્વદેશી વેક્સીન Covaxinને ઘાતક કોરોના વાયરસના 617 પ્રકારોને નિષ્પ્રભાવી કરવામાં સક્ષમ માનવામાં આવી છે. વ્હાઈટ હાઉસના મુખ્ય ચિકિત્સા સલાહકાર અને અમેરિકાના ટોચના રોગ વિશેષજ્ઞ ડૉ. ફાઉચીએ આ વાત કહી છે. Covaxin રોગપ્રતિકારક ક્ષમતાને કોરોના વાયરસની સામે એન્ટીબોડી બનાવવાનું કામ શીખવે છે. આ એન્ટીબોડીઝ વાયરલ પ્રોટીન જેવા કથિત સ્પાઇક પ્રોટીનથી જોડાઇ જાય છે, જે તેની સપાટી પર ફેલાઇ જાય છે.
દેશમાં નિર્મિત કોરોના વેક્સીન Covaxin, કોરોના વાયરસના ભારતીય વેરિઅન્ટ 617ને બેઅસર કરવાની ક્ષમતા રાખે છે અને બે વાર પોતાનું મ્યૂટેશન કરી ચૂકેલા વાયરસના ટાઇમ સામે પણ અસરકારક છે. અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ મંગળવારે આ વાત કહી છે. તેમણે કહ્યું કે, આ બાબતે અમે રોજ કેસોનું અધ્યયન કરી રહ્યા છે પણ અત્યાર સુધીના ડેટાના આધારે એ જરૂર કહી શકીએ કે ભારતમાં જે લોકોએ Covaxinનો ડોઝ લીધો છે, તેમની અંદર કોરોનાના નવા સ્ટ્રેનને બેઅસર કરવાની ક્ષમતા જોવામાં આવી રહી છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ભારતમાં હાલમાં અમે જે રીતની સ્થિતિ જોઇ રહ્યા છીએ, તેમાં કોરોના માટેની વેક્સીન લેવી જરૂરી છે. જે કોરોના સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ છે.
જણાવી દઇએ કે, Covaxinને ભારતીય કંપની ભારત બાયોટેક અને નેશનલ ઈન્સિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે. 3 જાન્યુઆરીના રોજ ICMR દ્વારા તેને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે તેનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું હતું. ક્લિનિકલ ટ્રાયલમાં આ વેક્સીન વાયરસ સામે 78 ટકા કારગર સાબિત થઇ.
VR Niti Sejpal


















































