કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ ધોરણ એકથી નવ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તાજેતરમાં જ માસ પ્રમોશન અંગે પરિણામો તૈયાર કરવા અંગે બોર્ડ દ્વારા પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ આજે બોર્ડ દ્વારા ફ્રીથી ધોરણ. ૯ અને ૧૧ના પરિણામને લઇ કેટલીક સ્પષ્ટતાઓ સાથેનો પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ ધોરણ. ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ પ્રમોશન લેવું હશે તો પણ પ્રથમ કસોટી આપવી ફ્રજીયાત છે.
જો કે રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લેવાઈ ચૂકી છે પરંતુ જે વિધાર્થીઓએ પ્રથમ કસોટી આપી નથી તેમના પરિણામ પ્રથમ કસોટી લેવાયા બાદ જ તૈયાર થશે. જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી આપવા માટે તૈયાર નહીં થાય તો તેવા વિદ્યાર્થીઓના પરિણામમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશન લેવા ના નથી.
શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ મુજબ ધોરણ ૯ અને ૧૧માં ૫૦ ગુણની પ્રથમ કસોટી ના આપ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી તેમની ફ્રીથી પ્રથમ કસોટી લેવાની રહેશે અને ત્યારબાદ જ આવા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાના રહેશે. આ ઉપરાંત સામયિક કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની પણ પુનઃ સામયિક કસોટી લીધા બાદ પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું છે.
આ જ રીતે આંતરિક મૂલ્યાંકન માટે પણ નિયમો લાગુ પડશે. સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ન કરનાર તેમજ કોઈપણ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રથમ કસોટી ફ્રીથી લેવાનું નક્કી કરાયું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી આપવા ન માંગતો હોય તો એવા વિદ્યાર્થીઓના પરિણામમાં માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેવું દર્શાવી તે ધોરણ માં મુકવાના રહેશે.
આ જ રીતે કોઈ વિદ્યાર્થીએ પ્રથમ કસોટી આપી હોય પરંતુ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા ન હોય તેમના પરિણામમાં પણ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેમને દર્શાવવાનું રહેશે.
VR Sunil Gohil


















































