આધુનિક યુગની નારી હવે પુરુષ સમોવડી બની ગઇ છે. હવે નારી ફક્ત ઘરમાં રહીને રસોડામાં કામ નથી કરતી. તે પુરુષની જેમ સ્વનિર્ભર બની ગઇ છે. પોતે પણ નોકરી કરે છે અને ઘર પણ સંભાળે છે. તેવી જ રીતે પુરુષની જેમ પોતાના શરીરનું ધ્યાન રાખતી પણ થઇ ગઇ છે. યોગાથી લઇને જીમ રેગ્યુલર જવા માંડી છે.
સુંદરતાની સાથે સાથે તે હવે શરીરની મજબૂતીને લઇને પણ સભાન થઇ ગઇ છે. મહિલાઓ જ્યારે જીમમાં જાય છે ત્યારે અમુક ભૂલ કરી બેસતી હોય છે જેના લીધે તેમના શરીર પર તેની માઠી અસર પડે છે. જો તમે જીમ જાવ છો તો ભૂલથી પણ અમુક ભૂલ ના કરવી જોઇએ.
- જીમ જતી વખતે મેક-અપ ન કરવો જોઇએ. તમે તમારી સુંદરતાને વધારવા માટે મેક-અપ કરો છો, પરંતુ જીમમાં જો મેક-અપ કરીને જશો તો તમારી ત્વચાને નુકશાન થઇ શકે છે. કારણકે મેક-અપને લીધે પરસેવો યોગ્ય રીતે બહાર નથી આવી શકતો, તેને લીધે પિમ્પલ અને બીજી સ્કીનની બિમારીઓ થાય છે.
- જીમમાં જતી વખતે જો તમે ડિઓડરન્ટ કે રોલઓનનો ઉપયોગ કરો છો તો તેને ટાળો, કારણકે આવું કરવાથી તમારા રોમ છીદ્રો બંધ થઇ જાય છે. પસીના દ્વારા જે કચરો બહાર નીકળવો જોઇએ તે નથી નીકળી શકતો.
- જો તમે જીમમાં વાળને ટાઇટ બાંધીને જાવ છો તો આ ટેવને ભૂલી જાવ, કારણકે આવું કરવાથી એક્સરસાઇઝ કરવામાં તમને મુશ્કેલી થશે, તમારુ સંપૂર્ણ ધ્યાન કસરતમાં નહીં લાગે. તમારા વાળને મજબૂત બાંધવાથી તે કમજોર પણ થઇ શકે છે.
- જીમમાં કસરત કરતી વખતે વાળને ખુલ્લા પણ ન રાખવા જોઇએ, આવું કરવાથી તે ચહેરા પર આવે છે અને પસીનો તેના પર ચોંટી જાય છે. બાદમાં તે વાળ શરીરના અન્ય ભાગ પર ચોંટે છે અને તેનાથી ત્વચા સંબંધિત બીમારીઓ થાય છે.
- જીમમાં કસરત કરતી વખતે ચહેરાને અડકવું જોઇએ નહીં અથવા તો શરીરના કોઇ પણ ભાગને હાથથી રગડવું જોઇએ નહીં કારણકે જે મશીન પર તમે કસરત કરો છો, તેમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે. જેનાથી બેકટેરિયા શરીરમાં પ્રવેશે છે અને બીમારી થવાની સંભાવના વધી જાય છે.
આમ, જો તમે જીમમાં જાવ છો તો આ ભૂલ કરવાનું ટાળજો. મહિલાઓ પોતાના શરીરને સ્વસ્થ બનાવવામાં એટલી તો મશગૂલ થઇ જાય છે કે તેમને આ ભૂલો વિશે ખ્યાલ જ નથી રહેતો. તો જો તમે જીમમાં સ્વસ્થ રહેવા માટે જાવ છો તો આ ભૂલોને અવગણજો.