ફેશન એસેસરીઝમાં ટ્રેન્ડમાં આજકાલ એન્કલેટનો પણ સમાવેશ થાય છે. વિન્ટરમાં યુવતિઓ પગમાં સોક્સ પહેરી રાખે પણ જેવો સમર શરૂ થાય એટલે જાળવણી કરેલા એ કદમોને વિવિધ રંગ રૂપનાં એન્કલેટ્સથી સજાવા લાગે. પહેલા જે રીતે બે પગમાં પાયલ પહેરવામાં આવતી હતી તે રીતે નહીં હવે તો એક જ પગમાં સ્ટાઈલીશ, ટ્રેન્ડી એન્કલેટ પહેરવામાં આવે છે.
આ એન્કલને ટો રીંગ સાથે કે લૂપ સાથે પણ પહેરી શકો છો. તેમાં મલ્ટિ કલર બીડ્સ કે સ્ટોનનાં એન્કલેટ્સ પહેરી શકો છો.
આ એન્કલને ટો રીંગ સાથે કે લૂપ સાથે પણ પહેરી શકો છો. તેમાં મલ્ટિ કલર બીડ્સ કે સ્ટોનનાં એન્કલેટ્સ પહેરી શકો છો.
વેસ્ટર્ન આઉટફીટમાં આપ ચાહો તો એક જ પગમાં એક કરતાં વધારે એન્કલેટ્સ પણ પહેરી શકો છો.
આજકાલ માર્કેટમાં ફન્કી લૂક્સવાળા એન્કલેટ્સ પણ એવેલેબલ છે. તો આ સમરમાં શોર્ટ કે વનપીસ સાથે તમે પણ એન્કલેટ્સ પહેરીને સ્ટાઈલિશ લૂક અપનાવી શકો છો.