જો તમે પ્રેમના પ્રતિક તાજમહેલની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોય તો તાજમહેલની મુલાકાતના નવા નિયમો વિશે જાણવું જરૂરી છે. નવા વર્ષમાં તાજમહેલની મુલાકાત પર નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. હવેથી માત્ર રોજના ૪૦,૦૦૦ પ્રવાસીઓ જ તાજમહેલની મુલાકાત લઇ શકશે. આ નિયમ આવનારી ૨૦ જાન્યુઆરી તારીખથી લાગૂ થશે. આ મુલાકાતીઓની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી નથી. આ નિર્ણય દિલ્હી ખાતે મંગળવારે મળેલી મીટિંગમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સુરક્ષાની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોય તેવી શક્યતાઓ રહેલી છે.
મળતી માહિતી મુજબ આ નિયમના કારણે ૪૦,૦૦૦ મુલાકાતીઓની સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાજમહેલની મુલાકાત બે પાળીમાં થશે. જેમાં પ્રથમ ૨૦,૦૦૦ પ્રવાસીઓ બપોરે ૧૨ કલાક સુધી અને બીજા ૨૦,૦૦૦ મુલાકાતીઓ ૧૨ કલાક પછી મુલાકાત લઇ શકશે. આ પહેલા ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઇ શુલ્ક વસૂલ કરવામાં આવતો ન હતો, પરંતુ હવેથી તેમને મુલાકાતીઓની સંખ્માં ગણવામાં આવશે. બાળકોને ‘ઝીરો ચાર્જ’ પાસ આપવામાં આવશે.
તાજમહેલની મુલાકાત વખતે થતી ભીડ પર નિયંત્રણ માટે હવેથી મુલાકાતીએ ત્રણ કલાકમાં જ તાજમહલ નિહાળવો પડશે. મળતી માહિતી મુજબ મુખ્ય ગુંબજમાં જવા માટે ૧૦૦ રૂપિયા ખર્ચ કરો પડશે. સૌથી ઓછા મૂલ્યની ૪૦ રૂપિયાની ટિકિટ હવે ૫૦ રૂપિયા થાય તેવી શક્યતાઓ જણાઇ રહી છે.
igujju અહેવાલ પ્રમાણે પિક સીઝનમાં મુલાકાતીઓની સંખ્યા ૭૦ હજારથી ઉપર પહોંચી જાય છે, જેથી ભાગદોડ થવાની શક્યતાઓ વધી જાય છે.
www.iGujju.com