દેશના સૌથી મોટા ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ શનિવારે હોમ લોન રેટ્સ ઘટાડી ૬.૭ ટકા કર્યા હોવાનું જણાવ્યું હતું. બેંકે જણાવ્યું હતું કે મહિલા લોનધારકોને આમાં વિશેષ ૫ બેસીસ પોઈન્ટ્સની રાહત પણ મળશે.
બેંકના જણાવ્યા મુજબ વર્તમાન હોમ લોન ઈન્ટરેસ્ટ રેટ પર ગ્રાહકની અફેર્ડેબિલિટીમાં ખૂબ જ વૃદ્ધિ જોવા મળી છે. રેટ ઘટતાં ઈએમઆઈ(માસિક હપ્તા)ની રકમમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. રેટમાં ઘટાડા બાદ એસબીઆઈ હોમ લોન ઈન્ટરેસ્ટ રેટ્સ હવેથી ૬.૭૦ ટકાથી શરૂ થશે. રૂ. ૩૦ લાખ સુધીની લોન પર રૂ. ૬.૭૦ ટકાનો દર લાગુ પડશે. જ્યારે રૂ. ૩૦ લાખથી રૂ. ૭૫ લાખ સુધીની લોન પર ૬.૯૫ ટકાનો રેટ લાગુ પડશે.
રૂ. ૭૫ લાખથી વધુ રકમની બિગ ટિકિટ લોન પર ૭.૦૫ ટકાનો હોમ લોન લાગુ પડશે એમ બેંકે જણાવ્યું હતું. ગ્રાહકો યોનો એપ મારફ્તે તેમના ઘરેથી જ લોન માટે અરજી કરી શકે છે અને અધિક ૫ ટકાનું ઈન્ટરેસ્ટ કન્સેશન મેળવી શકે છે એમ બેંકે જણાવ્યું હતું. અગાઉ એસબીઆઈએ ૩૧ માર્ચે ફેસ્ટીવલ સિઝનના ભાગરૂપે તેના હોમ લોન રેટ ઘટાડી ૬.૭ ટકા કર્યાં હતાં. જેને ૧ એપ્રિલથી ફ્રી ૬.૯૫ ટકા પર પુનઃસ્થાપિત કર્યાં હતાં.
એસબીઆઈ દેશમાં એસેટ્સ, ડિપોઝિટ્સ, શાખાઓ, ગ્રાહકો અને કર્મચારીઓની બાબતમાં સૌથી મોટી બેંક છે. તે દેશમાં સૌથી મોટી મોર્ગેજ લેન્ડર પણ છે. બેંકનો હોમ લોન પોર્ટફેલિયો રૂ. ૫ લાખ કરોડના સીમાચિહનને વટાવી ગયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ બેંકની ઓટો લોન બુક રૂ. ૭૬ હજાર કરોડની હતી. જ્યારે બેંકનો ડિપોઝીટ બેઝ રૂ. ૩૫ લાખ કરોડ ઉપર હતો. જ્યારે તેના એડવાન્સિસ રૂ. ૨૬ લાખ કરોડથી વધુ હતા અને તેનો કાસા રેશિયો ૪૫ ટકા હતો. એસબીઆઈ હોમ લોન્સમાં ૩૪ ટકા માર્કેટ હિસ્સો જ્યારે ઓટો લોન્સમાં ૩૩ ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે.
VR Sunil Gohil


















































