ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરને કપ્તાન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. હવે 2021ની બાકી સીઝન માટે કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે.
સનરાઇઝર્સ તરફથી સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, કેન વિલિયમસન હવે ટીમનું કમાન પદ સંભાળશે. હૈદરાબાદ માટે આ સીઝન સારી રહી નથી. ટીમ 6 મેચમાંથી એક મેચ જીતી શકી છે.
ફ્રેન્ચાઇઝીએ તે પણ સંકેત આવ્યો છે કે, આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે. ખેલાડીઓના વિદેશી સેટમાં ચોક્કસ ફેરફાર થશે. તડેવિડ વોર્નરે રાજસ્થાન સામેની મેચમાં બહાર બેસવુ પડી શકે છે. સનરાઇઝર્સે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, કેન વિલિયમસન કાલની મેચ માટે અને IPLની બાકી મેચો માટે ટીમની કમાન સંભાળશે. ટીમ મેનેજમેન્ટે એ પણ નિર્ણય લીધો છે કે, રાજસ્થાન વિરુદ્ધ મેચમાં પોતાના વિદેશી ખેલાડીઓના સંયોજનમાં ફેરફાર થશે.
હૈદરાબાદે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, આ નિર્ણય મુશ્કેલીભર્યો હતો કારણ કે, ડેવિડ વોર્નરે ઘણા વર્ષો સુધી ફ્રેન્ચાઇઝી પર જે પ્રભાવ પાડ્યો છે તેનું મેનેજમેન્ટ સન્માન કરે છે. અમને વિશ્વાસ છે કે, વોર્નર મેદાનની અંદર અને બહાર બન્ને જગ્યાએ સફળતા માટે પ્રયાસ કરતો રહેશે. હૈદરાબાદ કાલે રવિવારે અરૂણ જેટલી સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.
VR Sunil Gohil


















































