ઘણી વાર લોકોને તકલીફ હોય છે કે તેમને રાત્રે ઉંધ નથી આવતી. કારણ અલગ અલગ હોઇ શકે, પરંતુ ઉંઘ ના આવવી તે એક ગંભીર બિમારી તરફ ઇશારો કરે છે. આખો દિવસ થાક્યા બાદ પણ ઉંઘ ના આવવાની શિકાયત રહે છે. એવી ઘણી બાબત છે જેનાથી તમને ઉંઘ નથી આવતી ને અમુક બાબતોનું ઘ્યાન રાખવાથી રાત્રે સારી ઉંઘ આવશે.
- રોજ સવારે ઉઠીને કસરત કરવી જોઇએ.
- સારી ઉંઘ માટે દિવસમાં ક્યારેય ના સૂવુ જોઇએ, સાથે જ ઉંધતા પહેલા આલ્કોહોલ કે કેફીનું સેવન ના કરવું જોઇએ.
- ધુમ્રપાન કરવાથી ઉંઘ સારી આવતી નથી. કારણકે તેમા રહેલ નિકોટીન તમારી ઉંધ ઉડાડી દે છે.
- ઘણા પ્રકારના ડ્રગ્સ ઉંધ નથી આવવા દેતા, કોઇ પણ નશીલા પદાર્થનું સેવન ના કરવું જોઇએ.
- જો તમે સાંજે કસરત કરો છો તો તમને ઉંઘવામાં પરેશાની થઇ શકે છે.
- રાત્રે સૂતી વખતે શવાસન કે યોગાસન કરી ઊંઘવાનો પ્રયત્ન કરો
- રાત્રે સૂતી વખતે બને તેટલો વિચાર ની વિશ્રામ આપો અને ધ્યાન કરવાનું રાખો
- મોબાઈલ કે ટીવીને સુવાના સમયના એક કલાક પહેલા જોઈ લેવું કેમકે તેની લાઈટ આંખોને ઊંઘથી દૂર કરે છે
- જે મહિલાઓના શરીરમાં આયનની કમી હોય છે તેમને પણ સારી ઉંઘ નથી આવતી.
- રાત્રે સુતી વખતે રોશની બને તેટલી ઓછી રાખવી કારણકે લાઇટ આવવાથી ઉંઘમાં ખલેલ પહોંચે છે.
જો તમને પણ ઉંઘ નથી આવતી તો તમે આ iGujju ની ટિપ્સને ધ્યાનમાં રાખો, જેથી તમારી ઉંઘ અખંડિત અને ગાઢ બનશે.