માતૃત્વ ધારણ કરવું તે માતા માટે ખુબજ અદભુત અને આનંદિત અનુભવ હોઈ છે, તે સમયે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે,કેમ કે માતાના ખોરાકની અસર સીધી બાળકના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. તેવા સમયે યોગ્ય પોષણક્ષમ આહાર લેવો આવશ્યક છે. પ્રેગનેન્સી દરમ્યાન માતાએ શું ખાવું અને શું ના ખાવું,તેના વિશે ખાસ કાળજી લેવી જોઈએ.
આજે અપણે સગર્ભા અવસ્થામાં માતાએ કયો ખોરાક ખાવાથી સાવધાન રહેવું જોઈએ તેના વિશે વાત કરીશુ, ડોક્ટરના મત મુજબ સગર્ભાવસ્થા દરમ્યાન પેકેડ ફૂડ્સ અને ભેળસેળવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ, નીચે દર્શાવેલા કેટલાક ખોરાક લેવાનું ટાળવું જોઈએ
રીંગણાં :બને ત્યાં સુધી રીંગણાં ખાવાનું ઓછું રાખવું જોઈએ,સામાન્ય રીતે તેનો વપરાશ સબજી તરીકે સૌથી વધુ થાય છે, રીંગણાં ઉપયોગ અમેનોરિયા અને અનિયમિત માસિકની બીમારી દૂર કરવા માટે થતો હોય છે. સગર્ભાવસ્થામાં બને ત્યાં સુધી તેને અવોઇડ કરવું.
તલ :સગર્ભાવસ્થા દરમ્યાન પેહલા 3 થી 4 મહિના માટે તલ ખાવા જોઈએ નહિ, તલ ગર્ભાશયના સ્નાયુને ઉત્તેજીત કરે છે, સૂકા તલના બીજ ગર્ભાશયને ગરમ પડે છે.
કાચું દૂધ : હંમેશા દૂધને ઉકાળીને જ પીવું જોઈએ, જેથી તેમાં રહેલા બેકટેરિયાનો નાશ થાય છે જે કદાચ બાળકને નુકસાન પોહચાડી શકે. કાચું દૂધ પીવાનું ટાળવું.
અનાનસ :અનાનસમાં બ્રોમેલિન નામનું તત્વ જે ગર્ભાશયને હાની પહોંચાડી શકે છે,સાથે સાથે તે ગરમ પ્રકૃતિનું હોવાથી તેના લીધે બાળક અકાળે જન્મી શકે છે. તેને ખાવાનું ટાળવું જોઈએ.
મેથી દાણા :થોડી માત્રમાં સ્વાદ પૂરતા તેને તમે લઇ છો,પરંતુ વધુ માત્રમાં લેવાથી રક્ત સ્ત્રાવ વધારી શકે છે. બાળકના જન્મ પછી ખાય શકાય છે તેના લીધે માતાના દૂધમાં વધારો થઈ છે,પરંતુ સગર્ભાવસ્થામાં તેનો વધુ પડતો ઉપયોગ કરવો નહિ.
આજીનોમોટો : તે ચીની સંસ્કૃતિનો ખાદ્ય પદાર્થ છે,તેને ખોરાકમાં ઉમેરીને ખાવા થી બાળકના મગજ પર તેની ખરાબ અસર પડે છે, માટે બાળકના વિકાસને સુરક્ષિત રાખવા માટે તેનાથી દૂર રહેવું હિતાવહ છે.
ઉપરોક્ત ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે,તે ઉપરાંત પણ મેંદાના લોટમાંથી બનતી વાનગીઓ જેવીકે નુડલ્સ,પિઝા ,બ્રેડ ,પાસ્તા વગેરે આવા સમયે ખાવા યોગ્ય ગણ્યા નથી. માતાએ ખાસ કાળજી લેવી જોઈએ,સ્વચ્છ અને તાજો ખોરાક લેવો.