60 વર્ષ પૂર્વે થેરાપ્યુટિક ક્રાંતિ આવી છે, જેનાથી લાખ્ખો લોકો મુક્ત રીતે શ્વાસ લઈ શક્યા. આ 60 વર્ષમાં અસ્થમાએ દરદીઓ અને સમાજના મનમાં નકારાત્મક વિચારો ઢંઢોળવાથી લઈને આસાનીથી માવજત અને નિયંત્રિત કરી શકાતા રોગ સુધી લાંબા મજલ કાપી છે. નોંધ કરેલા ઈતિહાસના આરંભથી શ્વાસ લેવામાં તકલીફ બધાને જ્ઞાત છે. નિદાન પણ મુખ્ય ચિંતા હતી, કારણ કે શરદી અને શ્વાસોશ્વાસનાં લક્ષણોને મોટે ભાગે ટીબી તરીકે ધારી લેવામાં આવતાં હતાં, જે 1970 સુધી જોવા મળતું હતું. વળી, રોગ વિશે મર્યાદિત જ્ઞાન અને સમજદારીએ નિદાનને વધુ ગૂંચમાં મૂકી દીધું.
1st May – વર્લ્ડ અસ્થમા ડેના અવસર પર ઈનહેલ્ડ કરેલી ઔષધિ અસ્થમા જેવા શ્વાસના રોગોની માવજતનો આંતરિક ભાગ છે. તે સીધું જ ફેફસામાં દવા આપે છે અને તેથી ઝડપથી કામ કરે છે અને ડોઝ ઓછો આપવો પડે છે, જેને લીધે આડઅસરોનું જોખમ ઓછું થાય છે. ઈનહેલ્ડ ઔષધિઓએ રોગની સ્થિતિમાં સુધારણા, લક્ષણો પર નિયંત્રણ અને શ્વાસની તકલીફ અને તીવ્રતાને ઓછી કરી છે અને જીવનની ગુણવત્તામાં સુધારણા કરી છે.
વીસમી સદીના પ્રથમ અર્ધભાગમાં ગોળીઓ, સિરપ અને ઈન્જેકશનના સ્વરૂપમાં ઔષધિનો ઉપયોગ થતો હતો. જોકે અસ્થમા સાથે જીવન અને અમુક વાર લગભગ જીવવાનું મુશ્કેલ બનાવવા તરીકે તે બહુ ઓછી ઉપયોગી થતી હતી. બેચેનીભર્યાં પગલાં, ભયભીત દરદીઓ અને ગમગીન ડોક્ટરોનું ચિત્ર આજે પણ ભુલાયું નથી. તે સમયે 1950માં નૈસર્ગિક સ્ટેરોઈડ કોર્ટિસન અસ્થમા માટે ઉપચાર તરીકે ઉપયોગ કરાતું હતું. 1956માં એમડીઆઈ (મીટર્ડ ડોઝ ઈન્હેલર્સ) રજૂ કરાયું અને થેરાપ્યુટિક ક્રાંતિએ જન્મ લીધો. આ ઉપકરણ ફેફસાનાં વાયુમાર્ગમાં સીધું જ દવા છોડતું હતું અને ત્યાર પછી ઝડપી અને સુરક્ષિત રાહત મળતી હતી.
અસ્થમા અને ઈનહેલેશન થેરપી વિશે લોકભાવનાઓને બદલવામાં લગભગ 6 દાયકા લાગ્યા. અસ્થમાનો જીવનની ગુણવત્તા પર પ્રભાવ દરદીઓ દ્વારા ધારવામાં આવે તેના કરતાં અનેકગણો વધુ છે અને રોગ માવજતની ધારણા દરદીઓના મનમાં અત્યંત વધુ નિયંત્રિત છે. સામાજિક આભડછેટમાંથી બહાર આવવા માટે ઈનહેલેશન ઉપચાર (બિન- પીડિતો સહિત) વિશે વધતી જાગૃતિ, ઈનહેલેશન સુરક્ષિત છે અને વિશ્વસનીય છે તેવી બાંયધરી અને અસ્થમા નિયંત્રણમાં લઈ શકાય છે અને પરિપૂર્ણ જીવન જીવવામાં તે અવરોધ પેદા કરતું નથી એ મુખ્ય ચિંતાના મુદ્દા હતા.
થેરાપ્યુટિક ક્રાંતિએ નવી ટેકનોલોજી સાથે નિવારણમાં પરિવર્તન લાવવા સાથે દરદીઓનાં (અસ્થામેટિક) પરિણામોમાં પણ પરિવર્તન લાવી દીધું. આધુનિક ઉપકરણોએ દરદીઓને સામાન્ય- સક્રિય જીવન જીવવામાં આસાની આપી છે અને આભડછેટ વિશેની ભીતિની જગ્યા અસ્થમાની માવજતની આરોગ્યવર્ધક આદતોએ લઈ લીધી છે.
આ ઉપકરણો ફેફસામાં ઔષધિ આપવા માટે ઉપયોગ કરાતાં હોઈ ખુદ ઔષધિ જેટલાં જ મહત્ત્વપૂર્ણ છે. વિવિધ ઉપલબ્ધ ઈનહેલર ઉપકરણોમાં પ્રેશરાઈઝ્ડ મીટર્ડ- ડોઝ ઈનહેલર્સ (એમડીઆઈ), ડ્રાઈ પાઉડર ઈનહેલર્સ (ડીપીઆઈ) અને નેબ્યુલાઝર્સનો સમાવેશ થાય છે. ભારતમાં આશરે 90 ટકા તબીબોએ તેમના અસ્થમાના દરદીઓમાંથી કમસેકમ 40 ટકાને પ્રથમ વાર ક્લિનિકની મુલાકાતે આવે ત્યારે ઈનહેલર ઉપકરણો મુકરર કરી આપતા હોવાની નોંધ કરી છે.
અસ્થમા માટે સમકાલીન ઈનહેલ્ડ થેરપીમાં રોગને નિયંત્રણમાં લેવાની સંભાવના હોવા છતાં મોટા બાગના દરદીઓમાં અસલ જીવનના વ્યવહારમાં નિયંત્રણ હાંસલ કરી શકાતું નથી. એશિયા- પેસિફિક અસ્થમા ઈનસાઈટ્સ મેનેજમેન્ટ (એપી- એઆઈએમ) સર્વે અનુસાર ભારતમાં બધા અસ્થમાના દરદીઓ અનિયંત્રિત અથવા પાર્ટી નિયંત્રિત હોય છે. કમજોર ઈનહેલર ટેકનિકો આ કમજોર નિયંત્રણ માટે મુખ્ય કારણ છે.
ઘણા બધા દરદીઓ અને પીએમડીઆઈ અચૂક રીતે ઉપયોગ કરવાનું મુશ્કેલ હોય છે. હાથ અને શ્વાસ વચ્ચે કમજોર સમન્વય પીએમડીઆઈ સાથે થતી ભૂલોમાં સૌથી સામાન્યમાંથી એક તરીકે નોંધ કરાઈ છે. ડીપીઆઈ બ્રીધ- એક્ચ્યુએટેડ છે અને તેથી હાથ અને શ્વાસ વચ્ચે સમન્વયની સમસ્યા પેદા થતી નથી. જોકે નોંધનીય પ્રમાણમાં દરદીઓ તેમના ડીપીઆઈ પણ અચૂક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે. દરદીઓ દ્વારા ડીપીઆઈના ઉપયોગમાં કરાતી એક સૌથી સામાન્ય ભૂલ તેઓ ઉપકરણ થકી બળપૂર્વક અને ઊંડાણથી ઈનહેલ કરે તે છે, જેને લીધે દવા અપૂરતી જાય છે.
ભારતમાં નાવીન્યપૂર્ણ અને અજોડ પ્રોડક્ટો દરદીઓને ઉપચારની પસંદગી આપે છે. અને નિયમિત ઉપચાર લેવા વિશે અને ઈનહેલર્સ અચૂક રીતે ઉપયોગ કરવા દરદીઓને અને ભારતમાં શ્વાસોશ્વાસ સંભાળનાં ધોરણોને બહેતર બનાવવા માટે ઉપભોક્તા અનુકૂળ નિદાન સાધનો અને નવાં ઈનહેલેશન ઉપકરણો વિકસાવવા વિશે સલાહ આપવા માટે પહેલો થકી ઉપચારનાં પરિણામોમાં પણ સુધારણા લાવી રહી છે.
અહીં એ યાદ રાખવાનું મહત્ત્વપૂર્ણ છે કે શ્વાસોશ્વાસ મુક્ત રીતે વાત કરવા સાથે મુક્ત રીતે શરૂ થાય છે. ચાલો આપણે આ પરિવર્તનના પવનને આવકારીએ.