એવિએશન ઇન્ડસ્ટ્રીમાં પ્રતિયોગિતાથી ફ્લાઈટમાં ફરવા જવું ખુબજ સસ્તું અને સરળ થયું છે. ઉનાળાનું વેકેશન છે અને બાળકો કે મિત્રો સાથે બધા લોકો ગરમીથી રાહત મેળવવા અને મુડ ફ્રેશ કરવા માટે ફરવા જશે. ઘણા લોકો ફ્લાઇટથી જવાનું જ પસંદ કરતા હોય છે.
અમુક લોકો ફ્રિક્વન્ટ ફ્લાયર હોય છે પરંતુ જે લોકો પહેલી વાર ફ્લાઇટથી ટ્રાવેલ કરી રહ્યા છે તેમને અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.
1 ડોમેસ્ટિક ફ્લાઇટમાં જો તમે જઇ રહ્યા છો તો તમારી પાસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા પાનકાર્ડ હોવું જરૂરી છે.
2 જો તમે ભારતની બહાર જઇ રહ્યા છો તો તમારી પાસે પાસપોર્ટ અને વિઝા હોવો જરૂરી બને છે, સાથે તમે પાસપોર્ટની ફોટોકોપી પણ સેફ્ટી માટે રાખી શકો.
3 જો તમારી સાથે કોઇ બાળક હોય તો તેનું જન્મનું પ્રમાણપત્ર સાથે રાખવું જેથી તેની ઉંમરને લઇને પ્રશ્નો ના ઉભા થાય.
4 એરપોર્ટ ક્યારેય રિક્ષામાં ન જવું કારણકે એરપોર્ટ રોડ પર રિક્ષા એલાઉડ નથી જેને લીધે તમારે એરપોર્ટની બહાર ઉતરવું પડશે અને સામાન લઇને એરપોર્ટ પહોંચવું મુશ્કેલ થઇ જશે. એરપોર્ટ જવા માટે હંમેશા ટેક્સીનો જ ઉપયોગ કરો.
5 તમારી ટીકીટ જે એરવેઝની છે તેના કાઉન્ટર ઉપર જઇને જ સામાનનો વજન કરાવો, તમારી કિમતી ચીજવસ્તુઓ તમારી હેન્ડબેગમાં જ રાખો.
6 ડિપાર્ચરનું બોર્ડ જ્યાં હોય ત્યા ફ્લાઇટ્સના ટાઇમિંગ હોય છે જો કોઇ પણ કન્ફ્યુઝન હોય તો ઇન્કવાયરી કાઉન્ટર પર પૂછપરછ કરી લેવી.સમાન વધારે હોય અને ગેટ દૂર હોય તો તમે ટિકિટ કાઉન્ટર ઉપર થી ટ્રોલી અને મીની કારની સગવડ પણ મેળવી શકો છો
તો જો તમે એકલા કે પરિવાર સાથે પહેલી વાર ફ્લાઇટમાં જઇ રહ્યાં છો તો આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જેથી કોઇ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, iGujju wishes you હેપ્પી જર્ની..!!