હેર ગ્રોથ એ સૌને પ્રિય હોય છે, અલગ અલગ સ્ટાઇલમાં વાળ ઓળવા અને નવી નવી હેરસ્ટાઇલ કરવામાટે ગ્રોથ ખુબજ જરૂરી છે. લોકો પોતાના વાળને સ્વસ્થ, મજબૂત કરવા માટે ઘણું કરતા હોઈ છે અને તંદુરસ્ત વાળને લોકો સૌથી પેલા નોટિસ કરે છે, યુવાનોમાં સામાન્ય રીતે ૧૪૦૦૦ જેટલા સરેરાશ વાળના કોશ જોવા મળે છે અને રોજના ૧૦૦ થી ૧૫૦ જેટલા વાળ ખરે તે એક સામાન્ય વાત કહી શકાય, પરંતુ તે વધી શકે છે, જેમ કે વજનમાં થતો ઘટાડો, સ્ટ્રેસનું વધતું પ્રમાણ, વિટામિનની ઉણપ, કીમોથેરાપી વગેરે જેવા પરિબળો અસર કરે છે, માટે વાળને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે કેટલાક આવા તેલ વિશે જાણીએ જે વાળના ગ્રોથને વધારવામાં ખુબ જ ઉપયોગી સાબિત થયા છે.
હેર ગ્રોથ માટે ખુબ જ જરૂરી તેલની યાદી આ પ્રમાણે છે .
કોકોનટ ઓઇલ : જે ફેટી એસિડ અને અન્ય પોષક દ્રવ્યો થી ભરપૂર છે, જે વાળ અને ચામડી વચ્ચે રહેલા મોશ્ચરને જાળવી રાખે છે, જયારે તમે તમારી સ્કલ્પમાં ઓઇલ મસાજ સારું કરો છો ત્યારે હેર સ્કેલ્પ, કોષ અને વાળની મજબૂતીમાં વધારો થઈ છે અને ડૅન્ડ્રફને વધતો અટકાવે છે.
રોઝમેરી ઓઇલ : જે માથા સુધી લોહીને પોહચવામાં મદદ કરે છે અને હેર ગ્રોથને વધારે છે અને માથામાં વધારાના ઓઇલ કે જે વાળના બારીક કોશને બ્લોક કરી નાખે છે અને પોષણમાં અવરોધ પહોંચાડે છે, જેનાથી ઇન્ફેકશન પણ થઈ શકે છે, પરંતુ રોઝમેરી ઓઇલ આવા વધારાના ઓઇલને દૂર કરે છે અને વાળને હેલ્થી રાખે છે.
આમલા હેર ઓઇલ : હેરને સ્ટ્રોંગ બનાવે છે અને સ્કલ્પને મોશ્ચર આપે છે, વાળને મૂળિયાંથી મજબૂત કરે છે સાથે વાળ ખરતા અટકાવે છે.વૅલને ડેન્ડ્રફથી બચાવે છે, કાયમ અમલા ઓઇલનો મસાજ કરવાથી વાળને ચમકીલાને સોફ્ટ બનાવે છે.
કેસ્ટર ઓઇલ : જે ઓમેગા ૬ અને ફોલિક એસિડ બોહળા પ્રમાણમાં જોવા મળે છે, કેસ્ટર ઓઇલ એકદમ ચીકાશ ધરાવતું હોવાથી તે વાળના કોષને મજબૂત કરી જકડી રાખે છે અને નવા ગ્રોથ માટે મદદ કરે છે, તેના લગાવતા પેહલા તેની સાથે કોકોનટનું કે ઓલિવ ઓઇલને મિક્સ કરીને એપ્લાય કરવું જેથી તમે સરળતાથી વાળને ધોઈ શકો છો.