શેરડીનો રસ ઉનાળાનું અમૃત કહેવાય છે. ઉનાળો આવતા જ શેરડીનો રસ ટ્રેન્ડમાં આવી જાય છે. રાત્રે સવારે કે બપોરે શેરડીનો રસ પીવા માટે લોકોના ટોળા જોવા મળે છે.શેરડીમાં વિટામીન, ફાયબર, પોટેશિયમ જેવા તત્વો રહેલા છે જે આપણા શરીર માટે હેલ્ધી છે.
હવે ઉનાળામાં તો શેરડીના રસ પીવાવાળાઓની સંખ્યા વધી જશે. નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક લોકોને શેરડીનો રસ પસંદ હોય છે. મોટાભાગના લોકો લગભગ રોજ શેરડીનો રસ પીતા હોય છે. શેરડીનો રસ ફક્ત ગરમીમાં રાહત નથી પહોંચાડતો તે શરીરને પણ ફાયદાકારક છે.
– શેરડીના રસમાં કોલસ્ટ્રોલ ઓછું હોય છે, જેથી શેરડીનો રસ પીવાથી હાર્ટ સબંધિત તકલીફો દુર થાય છે.
– શેરડીના રસમાં સુક્રોઝ ગ્લુકોઝ હોય છે જેનાથી શરીરની નબળાઇ દુર થાય છે અને તરત જ એનર્જી મળે છે.
– શેરડીમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે જેથી હાડકા મજબૂત થાય છે.
– શેરડીનો રસ પીવાથી શરીરમાં મોઇશ્ર્ચર બન્યુ રહે છે અને વાળ તથા સ્કીન સારા રહે છે.
– બોડીમાં લોહીની ઉણપ નથી થતી.
– શરીરમાં થતા દુખાવાથી પણ શેરડી રાહત આપે છે.
રોજ શેરડીનો રસ પીવો જોઇએ, અને બને તો શેરડી પણ ખાવી જોઇએ. જેથી તમારા સ્વાસ્થ્યને ખુબ ફાયદો થાય છે. માટે ઉનાળો છે ત્યાં સુધી તો રોજ શેરડીનો રસ પીવો જોઇએ.