બદલાતી ઋતુ સાથે શરીરનું ધ્યાન રાખવું પણ જરૂરી બની જાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ દરેક ઋતુમાં શરીરનું અલગ અલગ રીતે ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં ત્વચા ફાટી ના જાય ઉનાળામાં ડ્રાય ના થઇ જાય તેનું ધ્યાન રાખવું પડે છે.
જો તમે નહાવાના પાણીમાં મીઠુ નાંખશો તો તેના ઘણા બધા ફાયદા થઇ શકે છે. દવાઓના સેવન કરતા ઘરેલૂ ઉપચારથી શરીરને સ્વસ્થ રાખો. નહાવાના પાણીમાં મીઠુ નાંખવાથી સ્કીન ગ્લો કરે છે અને બીજા પણ ઘણા બધા ફાયદા થાય છે.
- વધતી ઉંમરની સાથે ગોઠણનો દુખાવો સામાન્ય બાબત બની જાય છે. જેમને ગોઠણના દુખાવાની પરેશાની રહેતી હોય તેમણે મીઠાવાળા પાણીથી સ્નાન કરવું, તેનાથી ગોઠણની સમસ્યામાં રાહત મળે છે.
- મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી સ્કીન ગ્લો કરે છે અને શરીર પરની કરચલીઓ અથવા ડાઘ-ધબ્બા પણ દુર કરે છે.
- સતત બેસવાથી અથવા ખોટી રીતે બેસવાથી કમરનો દુખાવો થઇ જાય છે. દવા લેવા કરતા મીઠાના પાણીથી સ્નાન કરવાથી કમરનો દુખાવો દુર થાય છે.
- ઋતુ બદલાતા સ્કીન ઇન્ફેક્શનની સમસ્યા પણ વધી જાય છે. ખાજ-ખંજવાળ, દાધર વગેરેની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મીઠાવાળા પાણીથી સ્નાન કરવું જોઇએ.
- જો તમને તણાવ રહે છે તો મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી માનસિક તણાવ દુર થાય છે.
મીઠાનો ઉપયોગ ફક્ત રસોડામાં નથી થતો. મીઠુ એ ઔષધ સમાન છે. મીઠાના પાણીથી સ્નાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, તો જો તમને કોઇ પણ દુખાવો છે તો મીઠાના પાણીથી સ્નાન કરવું જોઇએ.