સામાન્ય રીતે બધા જાણતા જ હશે દૂધના ફાયદાઓ વિશે અને સાથે મધના પણ જે દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતું હોઈ છે,બંને તેના વિશિષ્ટ ફાયદાઓ અને ગુણથી પ્રચલિત છે જ,પરંતુ આજે આપણે દૂધ અને મધને સાથે મિક્સ કરી પીવાથી થતાં લાભ વિશે ચર્ચા કરીશુ. જેમાં મુખ્યત્વે ત્વચા અને હાડકાંને સૌથી વધુ ફાયદો થાય છે.
હની એન્ટી ઓક્સિડેન્ટ,એન્ટી ફંગલ ,એન્ટી બેક્ટેરિયલ અને ત્વચાને સ્વસ્થ બનવાનું કાર્ય કરે છે જયારે દૂધ વિટામિનA ,કેલ્શ્યિમ ,પ્રોટીન,વિટામિન D અને લેક્ટિક એસિડ મુખ્યત્વે ધરાવે છે અને જો આ બંનેને સાથે મિક્સ કરીને એકસાથે લેવામાં આવે તો તેનાં અદ્દભુત ફાયદાઓ અને ઇચ્છનીય પરિણામો મેળવી શકાય છે. તેના ફાયદા નીચે મુજબ છે.
લાભ 1. ત્વચાની સંભાળ :
દૂધ અને મધ રોગ પ્રતિરોધક ગુણધર્મો ધરાવે છે,જેથી બંનેને સાથે લેવાથી ત્વચાને કુદરતી ચમક પુરી પાડે છે, કરચલીઓને અટકાવે છે અને સુંદરતા પ્રદાન કરે છે. ત્વચાને અને સંપૂર્ણ શરીરને ફ્લેક્સિબલ અને યુવાન રાખવામાં મદદ કરે છે.
લાભ 2. અનિંદ્રાને દૂર કરે છે:
હની અને દૂધ બંનેનો પરંપરાગત ઉપયોગ હતાશા અને અનિંદ્રાને દૂર કરવા માટે થયો છે,તે મગજમાં મેલાટોનિન નામના તત્વને ઉત્પન્ન કરવામાં સહાયરૂપ બને છે,જે ઊંઘની ગુણવત્તા વધારવા માટે ઉપયોગી છે.
લાભ 3. સ્ટેમિના વધારે છે :
સવારે એક ગ્લાસ હની અને મિલ્ક સાથે લેવાથી વ્યક્તિની સ્ટેમિના વધારે છે. જે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું શ્રેષ્ઠ મિશ્રણ બનાવે છે,તેનાથી શરીરને ઉર્જા મળતી રહે છે, તે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. બાળકોથી લઈને વૃદ્ધોને તાકાત પુરી પાડે છે.
ઉપરાંત ગરમ દૂધમાં હની ઉમેરીને પીવાથી કબજિયાત દૂર થાય છે અને પેટને લગતા અન્યરોગ પણ દૂર કરે છે સાથે જ શરદી ,કફ વગેરે દૂર કરે છે. શરીરની તંદુરસ્તી વધારવા માટે જરૂર પીવાનું રાખશો.