ઘરને ડેકોરેટ કરવા માટે તમે અનેક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આજકાલ માર્કેટમાં ઘરને ડેકોર કરવા માટે અનેક ઘણી વસ્તુઓ મળી રહેતી હોય છે. આમ, જો વાત કરીએ તો આજના આ સમયમાં માર્કેટમાં પણ અનેક આર્ટિફિશ્યલ વસ્તુઓ મળતી હોય છે જે તમારા ઘરને એક અલગ જ લુક આપે છે. આર્ટિફિશયલ વસ્તુઓથી તમે તમારા ઘરને મસ્ત રીતે સજાવી શકો છો. તમે હોમ ડેકોર માટે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરને એક નવો લુક આપી શકો છો. તો જાણો તમે કયા પ્રકારના લીફ સાથે હોમ ડેકોરેટ કરી શકો છો.

- તમારો ડ્રોંઇગ રૂમ મોટો છે તો તમે દિવાલ પર સર્કલમાં પણ લીફ લગાવી શકો છો. આ લીફ એટલે કે આ પાંદડાનો વોલપીસ તમારા રૂમને એક અલગ જ લુક આપે છે. આ પ્રકારના શો પીસમાં લાઇટિંગ પણ આવે છે જે તમે રાત્રે શાંતિથી બેસીને કરીને બેસી શકો છો.
- જો તમે સર્કલમાં લગાવા ઇચ્છતા નથી તો તમે લાંબી-લાંબી લાઇનથી પણ તમારી દિવાલને સજાવી શકો છો. આ લીફ તમારા આખા રૂમનો લુક ચેન્જ કરી દે છે.
- તમે જારમાં પણ આર્ટફિશિયલ લીફ નાંખીને ઘરને ડેકોર કરી શકો છો.
- તમે કંઇક અલગ કરવા ઇચ્છો છો તો રંગબેરંગી આર્ટફિશિયલ ફુલોથી પણ તમારા રૂમને નવો લુક આપી શકો છો. આ ફુલ તમે ડાર્ક કે લાઇટ તમારી દિવાલના કલર પ્રમાણે લગાવો છો તો વધારે મસ્ત લાગે છે.
- તમારા ઘરમાં કોર્નર પડે છે તો તમે ત્યાં પણ અલગ-અલગ લીફ મુકીને ઘરની સજાવટ કરી શકો છો. આનાથી તમારું કોર્નર મસ્ત લાગશે અને રૂમનો લુક પણ ચેન્જ થઇ જશે.
- લીફ સિવાય પણ માર્કેટમાં અનેક ડિઝાઇનના વોલ પીસ મળે છે જેનો ઉપયોગ પણ તમે કરી શકો છો.


















































