આજે અમે iGujju.com તમને શીખવાડીશું લસણનું અથાણું બનાવતા. આ લસણનું અથાણું ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ અથાણાં સાથે તમે શાક ના ખાઓ તો પણ પેટ ભરાઇ જાય છે અને ખાવાની મજા આવે છે. લસણમાં રહેલા અનેક ગુણો તમારી બોડીને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો લસણનું અથાણું.
સામગ્રી
- 250 ગ્રામ લસણની કળી
- લાલ મરચું
- રાઇ
- વિનેગર
- વરિયાળી સરસવનું તેલ
- સ્વાદાનુંસાર મીઠું
- હળદર
- મેથી દાણા
- શેકેલું જીરું
- હિંગ

બનાવવાની રીત
- લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ તેલ ગરમ કરી લો.
- હવે લસણની કળીને બરાબર ધોઇ લો અને પછી તડકામાં સુકવી દો.
- ત્યારબાદ એક મોટું વાસણ લો અને એમાં લસણ, હળદર અને મીઠું એડ કરીને કાચની બરણીમાં ભરી લો અને પછી તડકામાં મુકી દો.
- 7 થી 8 દિવસ પછી કાચની બરણીમાં લાલ મરચું, મેથી, વરિયાળી, શેકેલા જીરાંનો પાઉડર, રાઇ, હિંગ અને વિનેગર નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે એમાં સરસવનું તેલ ઉમેરો.
- હવે ખાસ ધ્યાન એ રાખો કે કાચની બરણીને 18 દિવસ સુધી ઢાંકણ બંધ રાખીને રહેવા દો જેથી કરીને બધો મસાલો પ્રોપર રીતે બેસી જાય.
- તો તૈયાર છે લસણનું અથાણું
- આ લસણનું અથાણું એક મહિના પછી ફ્રિજમાં મુકી દો જેથી કરીને બારે મહિના એવુંને એવું જ રહેશે.
- આ લસણનું અથાણું તમે જે વપરાય એમ પણ તાજું બનાવીને ખાઇ શકો છો.
- આ અથાણું ઘરમાં પડ્યુ હોય અને તમે શાક બનાવતા નથી તો પણ ભાખરી સાથે ખાઇ શકાય છે. આ અથાણું ખીચડી સાથે ખાઓ છો તો પણ બહુ જ મસ્ત લાગે છે.


















































