હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી,
મોરપીંછથી તસવીર સજાવી દીધી.
મોહનની મોરલીમાં છે મોહક જાદૂ,
મીરાંએ ઝેર સાથે પ્રીત પચાવી દીધી.
છેલ છબીલા છોગારાનાં કેવાં કામણ !
ઘેલી ગોપીઓએ તો ધૂમ મચાવી દીધી.
વૃંદાવનની કુંજ ગલીઓ થઈ ધન્ય,
મોહને મોહમયી માયા રચાવી દીધી.
શ્રી યોગેશ્વર બન્યા જ્યાં રથના સારથિ,
યુદ્ધ ભૂમિમાં સૌને ગીતા સુણાવી દીધી.
-દિનેશ નાયક “અક્ષર”