દરેક ધર્મ, સમાજ અને સંપ્રદાયનાં કેટલાક મૂળભૂત નિયમો હોય છે. જેના પર તેનું અસ્તિત્વ ટકેલું હોય છે. દરેક ધર્મ, સંપ્રદાય કે સમાજ એક વિચારધારા પર ચાલસે છે, પરંતુ અંતે તો તે દરેકનો આશય નેકી, દયાભાવના અને માનવતાનો જ હોય છે, બસ કહેવાની અને ફોલો કરવાની રીત અલગ અલગ હોઈ શકે.
iGujju ઉપર આજે આપણે રમઝાનનાં તહેવાર પર ઈસ્લામનાં બેઝિક ફન્ડામેન્ટલ વિશે જાણીશું.
ઈસ્લામ ધર્મ મૂળ પાંચ વાત પર ટકેલો છે.
૧. નમાઝ, ૨. ઈમાન, ૩. રોઝા, ૪. જકાત, ૫. હજ
નમાઝ એ ઈશ્વરની આરાધના છે. બંદગી છે. તે વ્યક્તિનાં જીવનમાં નિયમિત્તતા શિખવાડે છે. ઈમાન તમને યાદ અપાવે છે કે અલ્લાહ જેવી શક્તિનું અસ્તિત્વ છે. એક અલૌકિક શક્તિ છે જેના પર દુનિયા ચાલે છે અને હું તેનું પાલન કરું છું.
આ ઇમાન વ્યક્તિને પોતાના અસ્તિત્વથી વાકેફ કરે છે. રોઝા તમને એ તમામ પરિસ્થિતિથી વાકેફ કરાવે છે જેને કષ્ટ કહી શકાય.
ઈસ્લામ અનુસાર રોઝા કરવાથી વ્યક્તિને અન્ય ભૂખ્યા , તરસ્યા વ્યક્તિ પર દયા ભાવના આવી શકે. જકાત પણ એ જ શિખવાડે છે કે જો તમે સક્ષમ હોવ તો જરૂરિયાતમંદને હંમેશા મદદ કરો. તમારી આવકનો અને તમારી મિલકતનો અમુક ભાગ તમારે જરૂરીયાતમંદની મદદ માટે કાઢવો જોઈએ.
આ જરૂરિયાતમંદ તમારા કુટુંબીજનો, સ્નેહીજનો, દૂરનાં સંબંધીઓ કોઈ અજાણી વ્યક્તિ પણ હોઈ શકે. છેલ્લે જે ઉપરવાળાએ તમને સક્ષમ બનાવ્યા છે તો તેને આભાર માનવા એક વાર તેની ચોખટ પર જવુ જોઈએ તેથી હજ કરવામાં આવે છે. હજ કર્યા પછી સ્વૈચ્છાએ એકાદ એવી ટેવનો ત્યાગ કરવો જેનાથી અન્યનું ભલુ થઈ શકે.
આમ, ભારતનાં અન્ય સંપ્રદાયની જેમ ઈસ્લામ પણ નેકીનાં આ કાર્યો શિખવાડે છે .