શું છે આ ડિજિટલ કરન્સી બીટ કોઈન ? ચાલો iGujju ઉપર સમજીયે તેને બે વિભાગ માં, પહેલા સમજીયે ડિજિટલ કરન્સી વિષે અને પછી બીટકોઈન વિષે.
ડિજિટલ કરન્સી એટલે શું ?
ડિજિટલ કરન્સી એટલે એવી કરન્સી જે ક્રિપ્ટોગ્રાફી (કોડ દ્વારા લખેલી ભાષા) દ્વારા ઉપયોગ માં લઇ શકાય. જે કરન્સી વર્ચુઅલ હોય, એટલે કે નોટ કે સિક્કા દ્વારા નહિ પરંતુ એક કોડ દ્વારા આપી કે લઇ શકાય તેવી હોય તેને ડિફિટલ કરન્સી કહેવાય છે. જેમ તમે ક્રેડિટ કાર્ડ વડે કોઈ વસ્તુ ખરીદો કે પે ટીએમ ના વોલેટ માં થી ખરીદો તો તેવી ખરીદી ને ડિજિટલ વોલેટ દ્વારા થયેલી ખરીદી કહેવાય છે.
બીટ કોઈન એટલે શું ?
બીટકોઈન (Bit coin) એક વર્ચુઅલ કરન્સી છે જેને બનાવનાર નું નામ શાતોંશી નાકામોટો (Satoshi Nakamoto) છે, આ કરન્સી ને રાખવા માટે ડિજિટલ વોલેટ ની જરૂર પડે છે અને બીટ કોઈન દ્વારા ઓનલાઇન ખરીદી કે વેચાણ થઇ શકે છે. આ કરન્સી ઉપયોગ કરવા માટે બીટકોઈન ધારક પાસે બે કી હોય છે. એક કી જનરલ વેલિડેશન માટે અને બીજી કી ટ્રાન્સફર માટે. આ કરન્સી ને માઇનિંગ દ્વારા પણ મેળવી શકાય છે જે તદ્દન મફત છે. પરંતુ તેને માઇન કરવા માટે સમય અને કોમ્પ્યુટર નો સતત ઉપયોગ જરૂરી હોય છે.
બીટકોઈન ની કિંમત માં ખુબજ ઝડપી ફેરફાર નોંધાતો હોય છે. એક સમયે ૧ બીટકોઈન નું મૂલ્ય ૧૦૦૦ ડોલર (Rs.69000) થી પણ ઉપર પણ પહોંચી ગયું હતું. અત્યારે બજાર માં ૧ બીટકોઈન ની કિંમત રૂપિયા 4,46,752. છે. ( As on 11 May )