ગત સપ્તાહમાં વિશ્વ મહિલા દિવસ નીમીત્તે વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા એક ઉર્જા એવોર્ડ્સ 6.0 નું આયોજન થયું હતું. જે અંતર્ગત 21 મહિલાઓને ઉર્જા એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરાયા હતા. પાછલા પાંચ વર્ષથી સતત ચાલતા આ આ એવોર્ડડ્સ માં પ્રથમ વખત 11 ની જગ્યાએ 21 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમે કિન્નલ નાયક દ્વારા ઉત્તમ એંકરિંગનો પરિચય અપાયો હતો

એટલુંજ નહિ પરંતુ આ વખતે ખાસ સન્માનનું બિરુદ આપવામાં આવ્યું હતું જે અમદાવાદના વીર સૈનીક મહિપાલસિંહ વાળાની માતા શ્રીમતી જનકબેન વાળાને અપાયું હતું. તેઓ કાશ્મીરમાં આતંકવાદી સાથે લડાઈમાં શાહિદ થયા હતા.

આ કાર્યક્રમના આયોજક તથા સંસ્થાના કો ફાઉન્ડર વિઝન રાવલે જણાવ્યું હતું કે ” ઉર્જા એવોર્ડ્સમાં દરેક નારીની એક પોતાની પ્રેરક જીવનકથા છે, અનેક કપરી પરિસ્થિતિનો સામનો કરી શિખર સુધી પહોંચવાની ગાથા અનેક લોકોને પ્રેરણા પુરી પાડે છે અને મુશ્કેલીમાં પણ હિમ્મત સભર જીવન જીવવાની કળા શીખવી જાય છે”

આ કાર્યક્રમ માં મુખ્ય સ્પોન્સર ટેક-ફોર્સના શ્રી સ્નેહલ શાહ , કો સ્પોન્સર તરીકે શ્રી ડેવલોપરના હંસરાજ ચૌહાણ , વી કેર ગ્રુપના ફાઉન્ડર શ્રી ધવલ શાહ , આર્ચીસ સ્ટોકસ ડિઝાઇન સર્વિસીસના શ્રી ચંદર દેવરાજ, શ્રી રંગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.સમીર શાહ, અને વિશ્વકર્મા ટ્રોફીઝ તરફથી શ્રી મહેશ ખમભયતાનો વી હેલ્પ ફાઉન્ડર સચિન શાહ દ્વારા આભારવિધિમાં આભાર મનાયો હતો. તેઓએ બ્રાન્ડિંગ પાર્ટનર બ્રાન્ડપાપાઃ , મીડિયા પાર્ટનર મીડિયા-હાઈવ્સ અને પી આર પાર્ટનર સેતુ મેડિયાનો પણ એક મોમેન્ટો આપી અને આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપક્રમે હીરોઝ ઇગ્નોટ્યૂમ ના શાર્દુલ ભટ્ટ પણ ઉપસ્થિત હતા.


આ એવોર્ડ્સ અંતર્ગત આ વર્ષે આ 21 મહિલાઓને તેઓના ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બાદલ સન્માનિત કરવામાં આવ્યા હતા

- ફીઝા અને પ્રથા પાવર ( ટેબલ ટેનિસ – આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય )
- જાનવી મહેતા ( અંતર રાષ્ટ્રીય યોગા બ્રાન્ડ એમ્બેસેટર – એશિયા )
- લાજુમાં ( 73 વર્ષીય યુવા શિક્ષક જે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું શીખવે છે )
- પૂનમ પંચાલ ( નારી સુરક્ષા અને ટ્રેનિંગ અર્થે યોગદાન )
- જીગ્ના વ્યાસ ( નાટક અને થીએટર ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન )
- દીપિકા ભારદ્વાજ ( સ્ત્રી જે પુરુષના અધિકારો માટે લડે છે , ડાઈરેક્ટર ઓફ મુવી માર્ટિયર્સ ઓફ મેરેજ – નેટફ્લિક્સ )
- બીજલ હરિયા ( નૃત્ય સાધના બદલ )
- કિન્નલ નાયક ( ગુરાતી સિનિમા, સિરિયલ અને એંકરિંગ માં યોગદાન બદલ )
- સપના ચિરાનીયા ( મોટિવેશનલ સ્પીકર )
- પ્રોફેસર ઝંખના મેહતા ( રોબોટિક્સ અને અન્ય શૈક્ષણિક સેવાઓ બદલ )
- વીરાંગના ઝાલા ( બ્રેવરી એવોર્ડ વિનર 6 વર્ષીય વિજેતા )
- એકતા રવિ ભટ્ટ ( સાહિત્યમાં મલાલાની બાયોગ્રાફીના ગુજરાતી ટ્રાન્સલેશન બદલ )
- ધૈર્યા રાઠોડ ( જાગૃતિ સભર પત્રકારિત્વતા બદલ )
- માનસી દેસાઈ શાસ્ત્રી ( સંગીત અને ફિટનેસ બ્લોગીંગ યુટ્યુબર )
- ચાંદની ઝાલા ( કઠપૂતળીની કલા જાગૃતિ અર્થે )
- ભક્તિ મારુ ( માનો વિજ્ઞાન અને ડિપ્રેશન દૂર કરવા જાગૃકતા ફેલાવવા બદલ )
- અર્પિતા શાહ ( બાળકો માટે માલન્યુટ્રિશન વિરુદ્ધ કાર્ય કરવા બદલ )
- બિનુ રાવ ( આંતરરાષ્ટ્રીય ચિત્રકલા તથા સમાજ સેવા કાર્ય માટે )
- આરતી પટેલ ( ગુજરાતી મુવી અને ફિટનેસ અવેરનેસ માટે )
- સૌમ્યા ઠક્કર ( 3D આર્ટિસ્ટ અને રોડ સેફટી માટે 3D આર્ટનો ઉપીયોગ કરવા બદલ)
- ઉર્મિલા ગોહેલ ( અમદાવાદની મહિલા રીક્ષા ચાલાક )
આ પ્રોગ્રામમાં મહિલા શાશક્તિકરણ ઉપર બનેલી ફિલ્મ “યા દેવી સર્વભૂતેષુ ” ની ટિમ દ્વારા એક સોફ્ટ લોન્ચ પણ કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રૂઝાન ખંભાત, પદ્મશ્રી રીમાબેન નાણાવટી, એબિગેઈલ ( અમેરિકા) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કોર્પોરેટ, મીડિયા અને એજ્યુકેશન જગતની અનેક હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી જેમાં પ્રોફેસર ડો પી કે રાજપૂત , શ્રીમતી દર્શનાબેન મોદી ( શિવ શાળા ), શ્રી મિતુલ શાહ ( ડિરેક્ટર કેલ્કયુલેટેડ ચાહોસ ), ડો જે પી વૈષ્ણવ ( મૉબેક્સ ) , શ્રી મનીષ ચિરનિયા ( એપટેક ગ્રુપ ) , એડવોકેટ હેમલ રાવલ, એડવોકેટ ખુશ્બુ શાહ , શ્રી સંદીપ સક્સેના ( ટ્રાવેલ પ્લાઝા ), રંજનબેન મોદી ( યુનિવરસાલ ઇન્ડસ્ટ્રીઝ ), શ્રી પલ્લવ મોદી ( ગરુડા સ્ટેન્સિલ્સ ), જીગ્નેશ ઝાલા અને ખુશ્બુ ઝાલા ( શ્રીજી ઓર્થોપેડિક ), ડો શ્રી ગોપાલ ભટ્ટ ( એક કે કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ), લેખક અને તત્વચિંતક રમેશભાઈ બારોટ, રિતેશ શાહ ( બીજેપી ) , જનરેટિવ AI પુસ્તકની લિખિકા શાનું શાહ, રાહુલ બારોટ , જૈમિન પટેલ અને નવજીવન એક્સપ્રેસના શ્રી માનિકવાસાગામ ઉપસ્થિત રહ્યા હતા.



















































