જાણું છું કે
માર્ચ એન્ડ આજે પુરો થાય છે….
પણ શું કરું…???
સતત નફો આપતા …
દોસ્તી નાં સંબંધો નો
હિસાબ શું કરું…???
ક્યારેય
દોસ્તી નો
હિસાબ કિતાબ
લખ્યો નથી ચોપડામાં ,,,
બસ લખ્યું છે
દોસ્તો નું નામ
ચોપડામાં ,,,
દરેક પાને
બસ
નફો જ નફો
દેખાય છે ,,,
સુખ દુ:ખ નો
ક્યાં હિસાબ
રખાય છે…???
મિત્રો નાં નામ થી
શરુ કરી …
મિત્રો નાં નામ થી જ
પૂર્ણ થાય છે . . .
દોસ્તી અને વિશ્વાસ
થકી જ ખાતાવહી
સંપૂર્ણ થાય છે . . .
ખુબ જ નફો કર્યો છે
એટલે …
ઓડીટ ને
પાત્ર થાય છે
આપણી દોસ્તી ….
હેત , પ્રેમ , વિશ્વાસ
અને ભરોસા નો
ટેક્સ ભરી ને …
સદા બહાર
ધમધમતી રાખીએ
આપણી દોસ્તી


















































