નાણાંકીય કાર્યવાહી કાર્ય દળ (FATF)ના ‘ગ્રે’ લીસ્ટમાંથી બહાર નીકળવા માટે તત્પર પાકિસ્તાન Anti money launderingના સંબંધમાં નવા નિયમો લાવવા અને કરવાની તૈયારી કરી રહ્યું છે. સોમવારે મીડિયામાં એક સમાચારમાં આ માહિતી અભિયોજન પ્રક્રિયામાં બદલાવ કરવાની તૈયારી કરી રહ્યુ છે. મીડિયામાં સામે આવેલી એક માહિતીમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. મની લોન્ડરિંગ અને આતંકવાદ ધિરાણ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા પેરિસ સ્થિત એફએટીએફએ જૂન 2018માં પાકિસ્તાનને ‘ગ્રે’ સૂચિમાં મૂકી દીધુ હતુંઅને તે પછીથી દેશ આમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે, આ બદલાવમાં એન્ટી મની લોન્ડરિંગ (એએમએલ)ના કેસોની જવાબદારી પોલીસ, પ્રાંતિય-ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિષ્ઠાન (એસીઈ) અને અન્ય એજન્સીઓથી લઈને ચોક્કસ એજન્સીઓ સામેલ છે. આ બે નિયમોનો ભાગ છે જેમાં એએમએલ (સીઝ્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ) રૂલ્સ 2021 અને એએમએલ (રેફરલ) રૂલ્સ 2021 સામેલ છે જે નેશનલ પોલીસી સ્ટેટમેન્ટ ઓન ફોલો મની હેઠળ આવે છે.
સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, થોડા દિવસો પહેલા તેને ફેડરલ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એન્ટિ-મની લોન્ડરિંગ એક્ટ 2010 (એએમએલએ) ની હાલની સૂચિમાં કેટલાક ફેરફારો માટેના નિયમો અને સંબંધિત સૂચનાઓ, વહીવટકર્તાઓ અને વિશેષ સરકારી વકીલોની નિમણૂક પછી તરત અમલમાં આવશે. આ પગલાઓના આધારે, એફએટીએફ નિર્ણય લેશે કે શું 27 મે થી બાકીના ત્રણ માપદંડો પાકિસ્તાને પૂરા કર્યા છે કે નહી, જેના કારણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન ‘ગ્રે’ યાદીમાંથી બહાર નીકળી શક્યું ન હતુ.
એફએટીએફની કેટલીક સમીક્ષા બેઠકો જૂનના બીજા અઠવાડિયામાં શરૂ થવાની છે અને તેનું પૂર્ણ સત્ર 21-25 જૂનનાં રોજ યોજાશે. હવે સરકારે સંપત્તિના મૂલ્યને બચાવવા માટે ડઝનેક એડમિનિસ્ટ્રેટરોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જેઓને જપ્ત કરવાની, પ્રાપ્ત કરવાની, વ્યવસ્થા કરવાની, ભાડા પર આપવાની, હરાજી કરવાની, સ્થાનાંતરિત કરવાની અથવા નિકાલ લાવવાની અથવા અન્ય પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. એક એજન્સીમાંથી બીજી એજન્સીઓમાં કેસ ટ્રાન્સફર કરવા માટે એન્ટિ-મની લોન્ડરિંગ (રેફલ) નિયમ 2021 લાવવામાં આવી રહ્યો છે.
VR Sunil Gohil


















































