મોટા ભાગના ગામલોકોએ વાડી વિસ્તારમાં જ રહેણાંક બનાવ્યા છે… અકાળા (ગીર), ભાખરવડ અને ડમરાળામાં કોરોનાની નો એન્ટ્રી
એવું નથી કે ગ્રામ્ય વિસ્તારમાં બધે જ કોરોનાએ અજગર ભરડો લીધો છે, સૌરાષ્ટ્રના અનેક ગામો હજુ એવા પણ છે, કે કોરોનાની બીજી લ્હેરના અંત સુધી તેમના ગામમાં કોરોનાને પ્રવેશ કરવા દીધો નથી, જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ડમરાળા, માળિયા તાલુકાના અકાળા (ગીર) અને ભાખરવડ ગામમાં એકપણ કેસ ન હોવાનું સરપંચોએ જણાવ્યું છે.
માળીયાના અકાળા (ગીર) ગામના સરપંચ રસીલાબેનના પતિ રમેશચંદ્ર મારુંએ જણાવ્યું કે, ૯૦૦ ની વસ્તી ધરાવતા તેમના ગામમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો, તેનું કારણ એ છે કે ગ્રામ પંચાયત દ્વારા પહેલેથી જ સ્વયભું લોકડાઉન કરીને એક સમિતિની રચના કરી છે, તે સમિતિ ગામમાં સતત મોનીટરીંગ કરે છે, ગામમાં કોઈ માસ્ક વગર ફ્રે કે નિયમોનું ઉલંઘન કરે તો તેને દંડ કરવાને બદલે સમજાવે અને માસ્ક આપે છે, તો મોટા ભાગના લોકો પોતાની વાડી-વિસ્તારોમાં જ રહેણાંક બનાવી લીધા છે, સમયાન્તરે તાવ, શરદી, ઉધરસ માટે દવાનું વિતરણ સેનીટાઈઝેશન અને ગામમાં ૯૦ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે.
જયારે ભાખરવડ ગામના સરપંચ કિરીટભાઈ વાઘેલાએ જણાવ્યું કે, ૮૫૦ ની વસ્તીમાં હજુ સુધી એકપણ કેસ નથી જેની પાછળ ગ્રામ પંચાયતની સતર્કતા અને લોકોને સતત જાગૃત રાખ્યા છે, તો ભેસાણના ૯૦૦ ની વસ્તી ધરાવતા ડમરાળીના સરપંચ મુકેશ બાબરિયાએ જણાવ્યું કે, તેમના ગામમાં છેલ્લા એક માસથી લોકડાઉન અને લગ્ન પ્રસંગમાં માત્ર ૧૫ વ્યક્તિ અને મરણ પ્રંસગમાં મર્યાદિત લોકોને એકઠા થવા સૂચનાઓ છે.
સાથે ગામમાં રહેતા લોકોને સ્પસ્ટ સૂચનો આપેલી છે કે, બહારગામથી આવતા તેમના સગાઓને નો એન્ટ્રી કરવી અને મોટા ભાગના લોકો વાડી-વિસ્તારમાં જ રહેતા હોવાથી તેમનું ગામ કોરોના સામે સુરક્ષા કવચ બનાવીની રહે છે.
VR Sunil Gohil

















































