શરીર સુડોળ રાખવા માટે નિયમિત યોગા અનિવાર્ય છે. જે શરીર સાથે આપણા મનને પણ શાંતિ પ્રદાન કરે છે. સમગ્ર દિવસ માટે જરૂરી ઉર્જા આપણે યોગાસન દ્વારા મેળવી શકીયે છીએ. આપણે આજે ખાસ પેટની ચરબી ઘટાડવા મદદરૂપ ધનુરાસન વિશે વાત કરીશુ. ધનુરાસન સંસ્કૃત શબ્દ ધનુર એટલે ધનુષ ઉપરથી રાખવામાં આવ્યો છે. જેમાં આપણા શરીરનો આકાર ધનુષ જેવો બની જાય છે. જે પેટના અંગો,પગની ઘૂંટી,છાતી,કરોડરજ્જુ મજબૂત બનાવે છે.
કેવી રીતે કરશો ધનુરાસન ?
➜ યોગામેટ પર ઊંધું સુઈ જવું. હાથ અને પગ સીધા રાખવા.
➔ ધીમેથી તમારા પગના ઘૂંટણ ઉંચા કરી, તમારા હાથ વડે પગની ઘૂંટી પકડવી.
➔ હવે ઊંડા શ્વાસ લઈને તમારી ગરદન અને છાતી અને તમારા પગ બને તેટલા ઉંચા કરો અને જેવા તમે પોઝમાં કોમ્ફર્ટેબલ થાવ એટલે તમારું ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરો. ઊંડા શ્વાસ લો.
➔ 15 થી 20 સેકન્ડ બાદ ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી જવું.
ફાયદા :
➔ વજન ઘટાડે છે.
➔ પાચન અને ભૂખ સુધારે છે.
➔ કબજિયાત દૂર કરે છે.
➔ રક્ત પરીભ્રમણ વધારે છે.
➔ કિડની અને યકૃત કાર્યને સુધારે છે.