ડાર્ક ચોકલેટ ખુબ ઓછા પ્રમાણમાં મિલ્ક અને શુગર ધરાવે છે જયારે તે ૬૦ થી ૭૦% કોકોની બનેલી છે, સામાન્ય રીતે મિલ્કના બદલે કોકો બટર યુકત ડાર્ક ચોકલેટ વધુ હેલ્ધી હોઈ છે. ડાર્ક અથવા બ્લેક ચોકલેટ પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શ્યિમ, સેલેનીયમ, વિટામિન K, B12,ધરાવે છે.
ડાર્ક ચોકલેટના ફાયદા:
૧. તે એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી તેનું નિયમિત સેવન આપણને અનેક ગંભીર બીમારી જેમકે કેન્સર, વૃદ્વત્વ, હૃદય રોગ વગેરે સામે રક્ષણ આપે છે. ડાર્ક ચોકલેટ કોપર, મેગ્નેસિયમથી ભરપૂર હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે.
૨. ડાર્ક ચોકલેટ આપણો મૂડ સારો રાખે છે. તે તણાવ અને ડિપ્રેશન જેવા લક્ષણો દૂર કરી મગજને શાંત કરે છે અને આપણને ખુશ રાખે છે. તે મગજને શાર્પ બનાવે છે અને યાદશક્તિ વધારે છે.
૩. તે ત્વચા અને વાળની સારી માવજત કરે છે. તે માથામાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેથી વાળને યોગ્ય રક્ત પ્રવાહ મળવાથી વાળ ખરતા અટકે છે અને હેર ગ્રોથ વધે છે.
૪. સામાન્ય રીતે આપણા શરીરને ૭૦% મેન્ગેનીઝની આવશ્યકતા રહે છે. મેન્ગેનીઝ હોર્મોન બેલેન્સ, વજન ઘટાડવા, ભૂખ સંતોષવા, વારંવાર લગતી ભૂખ રોકવી, અને શરીરને અન્ય વિટામિન B અને E એબ્સોર્બ કરવા, વગેરે કાર્ય માટે મહત્વનો ભાગ ભજવે છે. જે ડાર્ક ચોકલેટ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.
iGujju ના મત અને રિસર્ચ મુજબ ડાર્ક ચોકલેટ અનેક ફાયદા ધરાવે છે, પરંતુ કોઈપણ વસ્તુની અતિશયોક્તિ સારી નથી. યોગ્ય પ્રમાણમાં લેવાથી ઉપરોક્ત ફાયદા આપણે પણ મેળવી શકીયે.