પ્રાકૃતિક સૌંદ્રય માટે વનસ્પતિ ખુબજ ઉપયોગી ઉપાય છે. ઈન્ટરનેટ ના આ યુગમાં મહિલાઓ પોતાના ચહેરાની સુંદરતાને લઇને ખૂબ સભાન થઇ ગઇ છે. આજ કાલ ભાગ્યે જ કોઇ મહિલા ગૃહિણી હોય છે, મોટાભાગની સ્ત્રીઓ વર્કિંગ વુમન થઇ ગઇ છે. પોતાના રૂપને વધુ સુંદર કઇ રીતે બનાવે તેના વિષે હંમેશા વિચારતી રહે છે. બ્યુટિ પાર્લર જાણે તેમની સુંદરતાને નિખારે છે તેવુ તેમને લાગે છે પરંતુ ઘરે પણ તમે પાર્લર જેવો જ નિખાર ચહેરા પર લાવી શકો છે. તેના માટે પાર્લરમાં જઇને ફેશિયલ કરાવવાની જરૂર નથી. ઘણી વાર ફેશિયલ કરાવવાથી સ્કીન પર એલર્જી થઇ જાય છે અને ચહેરો સુંદર દેખાવાની જગ્યાએ ખરાબ લાગે છે.
એલોવેરા એક કુદરતી ફેશિયલ છે અને તેના દ્વારા તમે ઘરે બેઠા જ કુદરતી સૌંદર્ય મેળવી શકો છો.
- એક એલોવેરા લીફ લો, જો એલોવેરા લીફ ના હોય તો એલોવેરા જેલ પણ ઉપયોગમાં લઇ શકો છે.
- એલોવેરા લીફને ચાર ભાગમાં કાપી લો, એક કટકાને વચ્ચેથી કાપી તેના પર મધ લગાવો અને ચહેરા પર પાંચ મિનીટ સુધી લગાવીને મસાજ કરો.
- ત્યારબાદ વેટ ટીશ્યુપેપરથી ચહેરાને સાફ કરી લો, આવુ કરવાથી સ્કીન હાઇડ્રેડ થઇ જશે અને મોશ્ચરાઇઝ પણ થઇ જશે.
- એલોવેરાના બીજા ભાગને લઇને તેના પર ચોખાનો લોટ લગાવી લો, તેને ચહેરા પર રગડીને સ્ક્રબ કરો. બે મિનીટ સુધી સ્ક્રબ કરતા રહો.
- ત્યારબાદ ચહેરાને નોર્મલ પાણીથી ધોઇને લૂછી નાંખો
- ટોનિંગ માટે એલોવેરા જેલને એક પાત્રમાં લઇને બે ચમચી ગુલાબજળ અને બે ચમચી સાદુ પાણી નાંખીને મિક્સ કરી લો. આ પેસ્ટને મોઢા પર હલકા પ્રમાણમાં લગાવીને સુકાવા દો.
- ત્યારબાદ એલોવેરાના પીસને લઇને ચહેરા પર ઘસો, જેનાથી ત્વચા મોશ્ચરાઇઝ થશે.
આ પ્રયોગને એકાંતરે કરવાથી ચહેરો ચમકીલો બને છે, અને પાર્લર જેવો નિખાર આવે છે. એલોવેરામાં વિટામીન સી અને વિટામીન ઇ રહેલા છે જે ત્વચા માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે.