બુદ્ધ એ શાંતિ અને જ્ઞાન ના પ્રતીક સમાન છે અને જયારે આજે અનેક બૌદ્ધ રાષ્ટ્રોમાં હિંસા ચાલી રહી છે ત્યારે આજનો તહેવાર ખુબ અગત્યનો સંદેશ આપી જાય છે.ગૌતમ બુદ્ધની રાજા થી જ્ઞાન મેળવવાના માર્ગપર ચાલવાની કથા તો જગ પ્રખ્યાત છે, પરંતુ આજે બહુ ઓછા લોકો ભોગ વિલાસ છોડી અને જ્ઞાનમાર્ગ ઉપર ચાલવાની સક્ષમતા ધરાવે છે
હિન્દુ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનનઈ પૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. એવુ કહેવાય છે કે મહાત્મા બુદ્ધ શ્રી હરિ વિષ્ણુનો નવમો અવતાર છે. હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મના લ ઓકો આ દિવસને બુદ્ધ જયંતીના રૂપમાં માનવામાં આવે છે.
આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ધર્મરાજની પૂજા પણ કરવાની પણ માન્યતા છે. એવુ કહેવાય છે કે સત્યવિનાયક વ્રતથી ધર્મરાજ ખુશ હોય છે. એવુ પણ કહેવાય છે કે ધર્મરાજ મૃત્યુના દેવતા છે તેથી તેમના પ્રસન્ન થવાથી અકાળ મોતનો ભય ઓછો થઈ જાય છે.
એવી પણ માન્યતા છે કે આજના દિવસે તલ અને ખાંડનુ દાન કરવામાં આવે છે અને પિંજરામાં બંધ પક્ષીઓને આઝાદ કરવામાં આવે છે. સ્નાન પછી વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાંડ અને તલનુ દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો પણ નાશ થઈ જાય છે.
Related